Abhayam News
AbhayamNews

જુઓ;-દુબઈ બંદર પરના જહાજમાં પ્રચંડ વિસ્ફોટ..

દુનિયાના સૌથી મોટા બંદરોમાં સામેલ દુબઈના જેબેલ અલી બંદર પર એક માલવાહક જહાજમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ આખુ દુબઈ હચમચી ઉઠ્યુ હતુ.

બુધવારે મોડી રાતે થયેલો વિસ્ફોટ એટલો પ્રંચડ હતો કે, શહેરની ઘણી ઈમારતો ભૂકંપ આવ્યો હોય તે રીતે હલી ઉઠી હતી અને લોકો પથારીમાંથી બેઠા થઈ ગયા હતા.બંદરથી 25 કિલોમીટર દુર સુધીના વિસ્તારમાં ઘરોમાં આંચકા અને ધ્રુજારી અનુભવાઈ હતી.જોકે જાનમાલની ખુવારીના અહેવાલો હજી મળ્યા નથી.

અધિકારીઓએ કહ્યુ હતુ કે, જહાજમાં લાગેલી આગ પર કાબૂ મેળવી દેવાયો છે.જહાજના કન્ટેનરમાં જ્વલનશીલ પદાર્થના કારણે આગ લાગ લાગી હતી.આસાપના જહાજોને કેટલુ નુકસાન થયુ છે તે હજી બહાર આવ્યુ નથી પણ વિસ્ફટોના સ્થળે બળી ગયેલા કન્ટેનરો અને કાટમાળ પડેલો છે.

ઉલ્લેખનીય છે કે, દુબઈના આ બંદર પર અમેરિકન યુધ્ધ જહાજોની પણ અવરજવર રહેતી હોય છે.દુબઈ સરકારના અધિકારીઓએ કહ્યુ હતુ કે, નાના કદના માલવાહક જહાજમાં આ વિસ્ફોટ થયો હતો.જેમાં 130 કન્ટેનર મુકવાની ઙમતા છે.ધડાકો થયા બાદ દુબઈના રહેવાસીઓએ પોતાની ઈમારતોની અગાસીઓ પરથી આ ઘટના વિડિયો કેમેરામાં રેકોર્ડ કરી હતી અને સોશિયલ મીડિયા પર તેના વિડિયો પણ શેર કર્યા હતા.

જેબેલ અલી બંદર દુનિયાનુ મહત્વનુ બંદર મનાય છે.અહીંયા ભારતીય ઉપમહાદ્વિપ, એશિયા અને આફ્રિકાથી આવતા કાર્ગોને હેન્ડલ કરવામાં આવે છે.દુબઈ અને આસપાસના રાજ્યો માટે આ લાઈફ લાઈન છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ટ્રકચાલકોની હડતાળને લઈ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ 

Vivek Radadiya

ઉત્તર ગુજરાતની આ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, 7 સભ્યોના રાજીનામા પડ્યા…

Abhayam

લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ બ્લૂ જેટ હેલ્થકેરના IPO

Vivek Radadiya