ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.12માં માસ પ્રમોશનની જાહેરાત બાદ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ પરિણામ કેવું આવશે એ અંગે ચિંતા કરી રહ્યા છે. ખાસ કરીને આ વખતેની માર્કશીટ કેવી હશે એને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા છે. હાલ ધો.12નું પરિણામ તૈયાર કરવા માટે ફોર્મ્યુલા અંગે મોટી મથામણ ચાલી રહી છે. કુલ 100 ગુણના એસેસમેન્ટમાં ધો.10નું પરિણામ પાયો બની રહેશે.
CBSE દ્વારા આ મોડેલ તૈયાર કરી દરેક રાજ્યને આપી દેવાશે. જેના આધારે ખાસ સોફ્ટવેરના માધ્યમથી ગુજરાત સહિતના તમામ રાજ્યમાં ધો.12નું પરિણામ જાહેર કરવામાં આવશે. એક વખત બોર્ડ અને શાળાની પ્રક્રિયા પૂરી થયા બાદ ફાયનલ પરિણામ તૈયાર થશે. આ માટે ચોક્કસ પ્રકારનું સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવશે. જેમાં આ તમામ પદ્ધતિનો આધાર લેવાશે. ડેટા બોર્ડના સર્વરમાં એન્ટ કરી માર્કશીટ-પરિણામ દાખલ થશે. CBSE મોડેલ તૈયાર કરાયા બાદ જે રાજ્યએ ધો.12ની પરીક્ષા રદ્દ કરી છે એને આ મોડેલ આપી બોર્ડનું પરિણામ જાહેર કરાશે. આ માટે ચોક્કસ સૂચના આવ્યા બાદ નિર્ણય લેવાશે કે, ક્યારે પરિણામ જાહેર થશે.
આ ઉપરાંત શાળામાં લેવાયેલી પરીક્ષા, યુનિટ ટેસ્ટ, અર્ધવાર્ષિક કસોટી અથવા મીડ ટર્મ એક્ઝામ અને એ પછી ફાઈનલ ટર્મ ટેસ્ટ આ તમામના પર્ફોમન્સ પરથી 100 માર્કનું એક ચોક્કસ ટેબલ તૈયાર કરવામાં આવશે. જેમાં દરેક ટેસ્ટમાં આવેલા માર્કને ધ્યાને લઈ એક ચોક્કસ માર્ક આ ટેબલમાં મૂકાશે. આ મોડેલ તૈયાર થયા બાદ બોર્ડ સાથે જોડાયેલી દરેક શાળાને જે આંતરિક પરીક્ષા લેવાઈ છે એના માર્ક આ મોડલ મુજબ ગણવાના રહેશે.

જ્યાં હવે પરિણામ કેવી રીતે તૈયાર કરવા એને લઈને મોટી મથામણ ચાલી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સારૂ પર્ફોમન્સ આપવા આખું વર્ષ મેહનત કરતા વિદ્યાર્થીઓ પરિણામની એસેસમેન્ટ નીતિ પર નિર્ભર થયા છે. હવે જે વિદ્યાર્થીઓ આ એસેસમેન્ટ પોલીસીથી સંતુષ્ટ ન હોય એવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે. જુલાઈ મહિનામાં આ માટે ખાસ પરીક્ષા શક્ય બનાવાશે તથા નિર્ણય પણ લેવાશે. પણ ત્યાં સુધીમાં સ્પર્ધાત્મક અન્ય પરીક્ષા તેમજ સારી કૉલેજની એડમિશન પ્રક્રિયા અટકે એમ છે. શિક્ષણ વિભાગના સુત્રો એવું કહે છે કે, CBSE દ્વારા આવનારા દસ દિવસમાં નિયમો તેમજ રૂપરેખા તૈયાર થઈ જશે. ધો.10નું પરિણામ જે એસેસમેન્ટ પદ્ધતિથી તૈયાર થશે એ છેલ્લા ત્રણ વર્ષના પર્ફોમન્સના આધારે નક્કી કરવામાં આવશે. આ જ ફોર્મ્યુલા ધો.12માં પણ અપનાવવામાં આવશે. દેશની તમામ યુનિવર્સિટીમાં આ માર્કશીટ માન્ય ગણાશે. બોર્ડ દ્વારા પ્રમાણીત માર્કશીટના આધારે એડમિશન અપાશે. આના પરથી જે તે કૉલેજમાં કટઓફ નક્કી થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…