Abhayam News
AbhayamNews

સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં લાગુ થયું 7 દિવસનું લોકડાઉન….

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યની અંદર 10,000 કરતાં પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા હતા. લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની પણ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે, તો બીજી તરફ બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવા માટે લોકો હવે પોતાની રીતે જ લોકડાઉન જાહેર કરી રહ્યા છે રાજ્યમાં છેલ્લા બેથી ત્રણ દિવસોમાં ઘણા શહેરો અને ગામડાં આ લોકોએ લોકડાઉન લગાવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના વધુ એક ગામમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં પણ હાલ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે હવે સૌરાષ્ટ્રના બોટાદ શહેરમાં સ્થાનિક લોકોએ વેપારીઓની સાથે મળીને સાત દિવસના સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે. બોટાદની અંદર 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલે માત્ર રાત્રે નવ વાગ્યા સુધી તમામ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં વેપારીઓ પણ હાજર રહ્યા હતા. વેપારીઓની હાજરીમાં જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, લોકડાઉન દરમિયાન કાળાબજારી કરતાં દુકાનદારોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

તો બીજી તરફ બોટાદમાં ડાયમંડ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, બોટાદમાં ડાયમંડના વેપારીઓએ 10 દિવસનું બંધ પાળશે. હીરાના કારખાનાની તમામ ઓફિસ અને દુકાનો 30 એપ્રિલ સુધી બંધ રહેશે અને સાથે હીરા બજારનું તમામ કામ બંધ રહેશે. તંત્ર દ્વારા કરવામાં આવેલા લોકડાઉનના નિર્ણયને લોકો એ પણ આવકાર્યો છે. મહત્ત્વની વાત છે કે, ગુજરાતમાં પોઝિટિવ કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. સ્મશાનની બહાર પણ લોકોની લાઈનો જોવા મળી છે. તો બીજી તરફ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. તો આરોગ્ય વિભાગ દ્વારા પણ સમાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાતવાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

Related posts

કલેકટરની એક વિનંતીએ NCCના 56 જેટલા છોકરા છોકરી સ્વેચ્છાએ સુરત સિવિલમાં કોરોના દર્દીઓની સેવા કરવા આગળ આવ્યા..

Abhayam

CoWIN પોર્ટલ પર આવ્યુ આ ખાસ ફીચર,કોરોના વેક્સીનેશન સ્લોટ મળવાનું થશે સરળ..

Abhayam

CR પાટીલે કહ્યું- અંબરીશ ડેરને હું હાથ પકડીને લઈ આવીશ 

Vivek Radadiya