Sensex જશે 1 લાખને પાર મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સથી ઈતન માર્ક મોબિયસે મનીકંટ્રોલ સાથે વાતચીતમાં કહ્યું કે, શેરબજારને યૂક્રેન, દક્ષિણી ચીન સાગર અને ઈઝરાયેલની ઘટનાઓ અસર કરશે. આ ઉપરાંત વ્યાજ દર કેવા રહેશે, તેની અસર પર બજાર પર થશે.
નવી દિલ્હીઃ મોબિયસ કેપિટલ પાર્ટનર્સના ઈન્વેસ્ટમેન્ટ ગુરુ માર્ક મોબિયસનો ભારત પર વિશ્વાસ કાયમ છે. જો ભારતીય શેરબજારમાં થોડો વધારે ઘટાડો આવે છે, તો તેઓ ઈન્ડિયન માર્કેટમાં વધારે રૂપિયા લગાવશે. મોબિયસનું માનવું છે કે, બીએસઈ સેન્સેક્સ પાંચ વર્ષમાં એક લાખનું સ્તર સ્પર્શી લેશે.

Sensex જશે 1 લાખને પાર
Nifty 5 વર્ષમાં 40,000 અને 10 વર્ષમાં 80,000 થઈ જશે. આ સમયે દુનિયાભરના શેરબજારમાં વેચવાલીનો ભારે દબાવ છે. ગત 2 સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી 3 ટકાથી વધારે ઘટી ચૂક્યા છે. સેન્સેક્સ ગત મહિને 68,000ની લગભગ નજીક પહોંચી ગયો હતો, પરંતુ તે હવે 64,000ની નીચે છે.
મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સથી ઈતન માર્ક મોબિયસે મનીકંટ્રોલ સાથે વાતચીતમાં કહ્યું કે, શેરબજારને યૂક્રેન, દક્ષિણી ચીન સાગર અને ઈઝરાયેલની ઘટનાઓ અસર કરશે. આ ઉપરાંત વ્યાજ દર કેવા રહેશે, તેની અસર પર બજાર પર થશે. મોબિયલનું કહેવું છે કે, અમેરિકી ફેડને 2 ટકા મોંઘવારીના દરે લક્ષ્ય હાંસિલ કરવામાં હજુ સમય લાગી શકે છે. ત્યારે વ્યાજ દર લાંબા સમય સુધી આ સ્તર પર રહેશે. સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વે 5.25- 5.50 ટકાની રેન્જમાં વ્યાજ દરો સ્થિર રાખ્યા, જે 22 વર્ષનું ઉચ્ચતમ સ્તર છે.

મોંધુ છે ભારતીય બજાર- મોબિયલનું કહેવું છે કે, પ્રાઈસ ટૂ અર્નિંગ રેશિયોના (P/E) હિસાબથી ભારતીય બજાર ઘણા ઊભરતા બજારોની તુલનામાં મોંઘુ છે. તેમણે કહ્યું કે, મોટાભાગના લોકો આ સમયે P/E રેશિયોમાં માત્ર P પર ફોકસ કરી રહ્યા છે E પર નહીં. તેમનું કહેવું છે કે, ભારતમાં કોઈ સારી કંપની દર વર્ષે 12-13 ટકાના દરથી વધવાની ક્ષમતા ધરાવે છે, જે કે દેશની જીડીપી ગ્રોથ બમણોં છે.
આ છે ફેવરેટ શેર- મોબિયસના પ્રમાણે, રોકાણકારો સોફ્ટવેર, કન્સટ્રક્શન મટિરિયલ્સ અને હેલ્થકેર જેવા સેક્ટરમાં સારા શેર શોધી શકે છે. મોબિયલ પોતે પર્સિસ્ટેમેન્ટ સિસ્ટમ્સ, અપોલો ટ્યૂબ્સ, ડ્રી મફોક્સસર્વિસિઝ અને મૈપમાયઈન્ડિયા જેવા શેરો પર દાવ લગાવી રહ્યા છે. મોબિયસનું કહેવું છે કે, આ કંપનીઓ પર દેવું ઓછું છે. કેપિટલ રેશિયો પર રિટર્ન હાઈ છે અને આગળ સારી વૃદ્ધિની શક્યતાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે