Abhayam News
AbhayamNews

જુઓ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન માટે લોકો શું કરી અપીલ ..

દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સીનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ રાજ્યોમાં વેક્સીનના અભાવે રસી મુકવાની કામગીરી ધીમી પડી ચુકી છે. આવામાં વેક્સીનને લઈને રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે.

રાહુલ ગાંધીએ પોતાના એક ટ્વિટમાં લોકોને મફત વેક્સીન માટે અવાજ ઉઠાવવાની અપીલ કરીને કહ્યુ છે કે, કોરોના સામે વેક્સીન જ સૌથી મોટુ સુરક્ષા કવચ છે. દેશના દરેક લોકોને મફત વેક્સીન મળે તે માટે અવાજ ઉઠાવવાની જરુર છે.

પ્રિયંકા ગાંધી પણ પાછળ નથી. વેક્સીનના મુદ્દે પ્રિયંકા ગાંધીએ પણ સરકારને સવાલોના ઘેરામાં ઉભી કરી છે. સોમવારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની ઝીરો વેક્સીન પોલિસી ભારત માતાની છાતીમાં ખંજર મારવા બરાબર છે.

કેન્દ્ર સરકારને જગાડવાની પણ જરુર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ દ્વારા મોદી સરકારને સતત ઘેરવામાં આવી રહી છે અને તેમાં પણ રાહુલ ગાંધી વેક્સીન અંગે કેન્દ્ર સરકાર સામે અવાર નવાર સવાલો કરી ચુકયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

બાળકો તોફાન કરે તોય હવે શિક્ષકો નહીં આપી શકે આવી સજા

Vivek Radadiya

દિવાળી નજીક આવતા જ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો માહોલ, 8થી 10 હજાર કરોડનો ફાયદો થવાના અણસાર

Vivek Radadiya

પેસેન્જર વિનાની બસ મેઘલ નદીમાં ઉતરી, ડ્રાઈવરનો બચાવ….

Abhayam