કોરોના કાળમાં સમગ્ર દેશ અને દુનિયામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃતિઓ માથે બ્રેક લાગી ગઈ છે. આ કપરા સમયમાં મોટેરાઓ જ્યાં હેરાન થયા છે, ત્યાં નાના બાળકો અને વિદ્યાર્થીઓના હિતને જોતા સરકારોએ સમય સમયે નિર્ણયો લઈને શાળાકીય પ્રવૃતિઓને બંધ રાખી હતી, જે બાદ પરીક્ષાઓ રદ કરી માસ પ્રમોશનના નિર્ણયો પણ લેવાયા છે. જો કે, વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતો સૌથી મોટો પ્રશ્ન તો પરિણામનો છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરી દેવામાં આવી છે. જેના આધારે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે.શિક્ષણ બોર્ડ દ્વારા માર્ક્સ અપલોડ કરવાની અંતિમ તારીખ 17 જૂન જાહેર કરી છે.શાળા કક્ષાના માર્કસ બોર્ડની વેબસાઈટો પર 8 જૂનથી 17 જૂન સાંજના 5 કલાક સુધી ભરવાના રહેશે.
મહત્વના પોઈન્ટ | સમયગાળો |
વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓ દ્વારા આખરીકરણ | 6થી 10 જૂન 2021 |
પરિણામ બોર્ડની વેબસાઈડ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી | 8થી 17 જૂન 2021 |
બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની જાહેરાત | 24 જૂન 2021 (સંભાવના) |
બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પ્રમાણપત્રનું વિતરણ | જુલાઈના બીજા અઠવાડિયામાં |
ત્યારે હવે એવી વાવડ આવી રહ્યા છે કે, આગામી 25મી જૂનના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. ધોરણ 10નું આ પરિણામ ધોરણ 9ની સામાયિક કસોટી અને ધોરણ 10ની એકમ કસોટીના આધાર તૈયાર કરવામાં આવશે.જેમા 80 માર્ક્સનું મૂલ્યાંકન ધોરણ 9 અને ધોરણ 10 તથા શાળાના મૂલ્યાંકનમાંથી 20 ગુણ એમ ગણતરી માંડવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટી 40 ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે વિદ્યાર્થી 80માંથી 26 કે સ્કૂલના 20માંથી 7 માર્ક્સ ન મળે તો પણ તેને પાસ કરી તેની માર્ક્સશીટમાં ક્વાલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ લખી આપવામાં આવશે.
ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે
ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ
ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે
ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે
શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…