અમેરિકા, સિંગાપુર, હોંગકોંગ સહિત અન્ય અનેક દેશોને હરાવીને ભારત વિદેશી મુદ્રા ભંડારના કેસમાં દુનિયામાં 5મા નંબરનો સૌથી મોટો દેશ બન્યો છે. RBIના અનુસાર દેશના વિદેશી મુદ્રા ભંડાર 6.842 અરબ ડોલર વધીને પહેલી વાર 600 અરબ ડોલરને પાર કરી ચૂક્યો છે.
આ વાતમાં USને પછાડી ભારત બન્યો દુનિયાનો 5મો સોથી મોટો દેશ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કોરોના મહામારી હોવા છતાં વિદેશી રોકાણકારોનો ભરોસો જીતવામાં સફળ રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે કે દેશના વિદેશી મુદ્રા ભંડાર 6.842 અરબ ડોલર વધીને પહેલી વાર 600 અરબ ડોલરને પાર થયો છે.
મોદી સરકારે બનાવ્યો નવો રેકોર્ડ
ભારત વિદેશી મુદ્રા ભંડારના કેસમાં દુનિયામાં 5મા નંબરનો સૌથી મોટો દેશ બન્યો
દેશના વિદેશી મુદ્રા ભંડાર 6.842 અરબ ડોલર વધીને પહેલી વાર 600 અરબ ડોલરને પારઃ RBI
મળતી માહિતી અનુસાર વિદેશી મુદ્રા ભંડારના કેસમાં નવા રેકોર્ડની સાથે ભારત દુનિયાનો 5મો સૌથી મોટો દેશ બન્યો છે. ખાસ વાત તો એ છે કે આ કેસમાં ભારતે અમેરિકાને પણ માત આપી છે. અમેરિકાના ફોરેક્સ રિઝર્વ 142 અરબ ડોલરની છે અને લિસ્ટમાં તે 21મા નંબરે છે. જ્યારે સિંગાપુર, હોંગકોંગ સહિત અન્ય દેશ તેનાથી પણ પાછળ છે. આ લિસ્ટમાં ભારતથી ઉપર ફક્ત ચીન, જાપાન, સ્વિત્ઝરલેન્ડ અને રશિયા છે.
ભારતીય રિઝર્વ બેંકના અનુસાર શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડા અનુસાર આ વધારાનું કારણ વિદેશી મુદ્રા આસ્તિયો (Foreign Currency Assets)માં થયેલો વધારો છે. આ કુલ મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ હોય છે. તેની પહેલા 28મે 2021ના પૂરા થયેલા અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 5.271 અરબ ડોલરથી વધીને 598.165 અરબ ડોલર થયો હતો. વિદેશી મુદ્રા પરિસંપત્તિમાં 7.362 અરબ ડોલરથી વધીને 560.890 અરબ ડોલરને પાર થયું છે.
વિદેશી મુદ્રા પરિસંપત્તિઓ ડોલરમાં મળે છે. તેમાં ડોલરના સિવાય યૂરો, પાઉન્ડ અને યેનમાં પણ સંપત્તિ સામેલ છે. ગણતરીના સપ્તાહમાં ગોલ્ડ ભંડાર 50.2 કરોડ ડોલર ઘટીને 37.604 અરબ ડોલર રહ્યો હતો. આંતર રાષ્ટ્રિય મુદ્રા કોષમાં વિશેષ આહરણ અધિકાર 10 લાખ ડોલર ઘટીને 1.513 અરબ ડોલર રહ્યો હતો. તો આઈએમએફની પાસે દેશા આરક્ષિત ભંડાર પણ 1.6 કરોડ ડોલર ઘટીને 5 અરબ ડોલર રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
19 comments
Comments are closed.