Abhayam News
AbhayamNews

બોક્સ ઓફિસ પર બ્રહ્માસ્ત્રની ધૂંઆધાર બેટિંગ,પાંચમાં દિવસે કર્યો 200 કરોડનો બિઝનેસ

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ એ બોક્સ ઓફિસ પર ફરી તહલકો મચાવી દીધો છે. અયાન મુખર્જીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રના ઓપનિંગ વીકએન્ડ ધમાકેદાર હોવા સાથે સોમવારનો દિવસ પણ સારો રહ્યો હતો. હવે બોયકોયના ટ્રેન્ડ વચ્ચે ફિલ્મે 5 માં દિવસે પણ શાનદાર કમાણી કરી છે.

Brahmastra' Box Office Collection Day 9 | Box Office Collection: બીજા  શનિવારે પણ બોક્સ ઓફિસ પર ચાલ્યો Ranbir-Aliaની Brahmastraનો જાદૂ, કરી શાનદાર  કમાણી

બ્રહ્માસ્ત્રે બીજા વીક એન્ડ પર પણ જોરદાર કમાણી કરી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે શનિવારે  બ્રહ્માસ્ત્ર એ 16 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે.અને આ સાથે જ તેની ભારતમાં કુલ કમાણી 198 કરોડ રુપિયા પર પહોંચી ચુકી છે.આ સાથે જ  બ્રહ્માસ્ત્ર એ ભુલ ભુલૈયા-2ને પાછળ છોડી દીધી છે.આ ફિલ્મે 185 કરોડનુ કલેક્શન કર્યુ હતુ.હવે  બ્રહ્માસ્ત્ર 2022માં બોલીવૂડની સૌથી મોટી ફિલ્મ બની ચુકી છે.

આજે રવિવારે આ ફિલ્મ 200 કરોડ રુપિયાનો આંકડો આસાનીથી પસાર કરી લેશે.આખી દુનિયાની વાત કરવામાં આવે તો ફિલ્મ કુલ 300 કરોડ રુપિયા જેટલી કમાણી કરી ચુકી છે.

News & Views :: 'બ્રહ્માસ્ત્ર'એ માત્ર 3 દિવસમાં તોડ્યા 6 મોટા રેકોર્ડ,  સાઉથમાં પણ સારી કમાણી

વાસ્તવમાં, બોક્સ ઓફિસ ઈન્ડિયા વેબસાઈટના રિપોર્ટ મુજબ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું મંગળવારનું કલેક્શન પણ સારું રહ્યું છે. ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે બીજા વર્કિંગ ડે પર પણ સારી કમાણી દેખાડી છે. મંગળવારે રિલીઝના પાંચમા દિવસે બ્રહ્માસ્ત્રે ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ 12.50 કરોડનો બિઝનેસ કરી દેખાડ્યો છે.

તેમાંથી બ્રહ્માસ્ત્ર ફિલ્મે હિન્દી બેલ્ટ પર 11.50 કરોડનું કલેક્શન કર્યું છે જ્યારે અલગ-અલગ ભાષાઓમાં ડબ પર લગભગ 1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. પહેલા સોમવારે ફિલ્મનું કલેક્શન 16 કરોડની આસપાસ રહ્યું છે, જ્યારે રવિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર 45 કરોડની કમાણી કરી હતી, બીજા દિવસે 42 કરોડની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મે બોક્સ ઓફિસ પર 37 કરોડની કમાણી સાથે ધમાકેદાર ઓપનિંગ કરી હતી.

Brahmastra box office collection day 2 prediction: Ranbir Kapoor-Alia  Bhatt's fantasy action-adventure all set to rake in this WHOPPING amount

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બ્રહ્માસ્ત્રના 5 મા દિવસનું કલેક્શન મળીને રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધી લગભગ 152.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે વર્લ્ડવાઈલ્ડ આ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે. એટલું જ નહીં, ફિલ્મ બ્રહ્માસ્ત્રે કમાણીની બાબતમાં ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડતા પોતાના નામે કરી લીધા છે.

આખા બોલીવૂડની નજર આ ફિલ્મ પર હતી.કારણકે ફિલ્મને લઈને બોયકોટનો ટ્રેન્ડ પણ સોશિયલ મીડિયા પર શરુ કરવામાં આવ્યો હતો.જોકે આ ફિલ્મ આખરે હીટ થઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે અને બોલીવૂડ માટે ફલોપ ફિલ્મોનો સિલસિલો અટકયો છે.

Related posts

આજથી ધોરણ 9થી 11ની ઓફલાઇન સ્કૂલો શરૂ થઈ.

Abhayam

પેટ્રોલ-ડીઝલ થઈ જશે સસ્તું ! સરકાર કરી રહી છે તૈયારી

Vivek Radadiya

નેતા હતો એટલે બધુ મફતમાં થયુ: રાઘવજી પટેલ 

Vivek Radadiya