ગૌણ સેવા પસંદગી મંડળે ઓનલાઈન પરીક્ષાનું કામ TCS કંપનીને સોંપ્યું રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ વારંવાર બનતી રહેતી હતી જેની સામે સરકાર ઉપર માછલા પણ બહુ ધોવાયા. હવે કદાચ એવુ લાગે છે કે સરકાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે લાંબા ગાળાની નીતિ અપનાવવા માંગતી હોય. ગૌણ સેવા પસંદગી મંડળે હવે પરીક્ષા ઓનલાઈન લેવાનું નક્કી કર્યું છે. હવે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ કોમ્પ્યુટરના માધ્યમથી લેવાશે.
હવે મુખ્ય કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે પેપર લીક ન થાય અને જે લાયક ઉમેદવાર છે તેને જ આગળ તક મળે. હાલ ગૌણ સેવા પસંદગી મંડળે ઓનલાઈન પરીક્ષાનું કામ TCS કંપનીને સોંપ્યું છે એટલે એ જવાબદારી પણ વધી જાય છે કે પરીક્ષા કોમ્પ્યુટરાઈઝ હોય તો સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. ગૌણ સેવા પસંદગી મંડળના આ નિર્ણયને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો કેવી રીતે જુએ છે. આગામી સમયમાં અન્ય પરીક્ષાઓ પણ ઓનલાઈન કરવી જોઈએ કે નહીં. ઓનલાઈન પરીક્ષાથી સરકારી ભરતીની પ્રક્રિયા પણ આપોઆપ ઝડપી બનશે કે નહીં
પરીક્ષા પદ્ધતિમાં શું ફેરફાર થયા?
હવે ત્રણ તબક્કામાં ઓનલાઈન પરીક્ષા યોજાશે. એક સાથે 15000 ઉમેદવાર પરીક્ષા આપી શકે એવું આયોજન કરાયું છે. વધુ વિદ્યાર્થી હશે ત્યારે અલગ-અલગ દિવસે પરીક્ષા યોજાશે. કોમ્પ્યુટરના માધ્યમથી ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે. MCQ પદ્ધતિની પરીક્ષામાં હવે પાંચમો વિકલ્પ આપવામાં આવશે. પાંચમાં વિકલ્પનું નેગેટીવ માર્કિંગ થાય નહીં. અગાઉ વિકલ્પ ન પસંદ કરવા પર 0.25 માર્ક કાપવામાં આવતા હતા.
- ઓનલાઈન પરીક્ષાને આવકાર
- ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારો અરજી કરતા હતા
- અલગ-અલગ દિવસે પરીક્ષાથી અવ્યવસ્થા નહીં થાય
ઉમેદવારો શું કહે છે?
ઓનલાઈન પરીક્ષાને આવકાર છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારો અરજી કરતા હતા. અલગ-અલગ દિવસે પરીક્ષાથી અવ્યવસ્થા નહીં થાય. પેપર ફૂટવાની શક્યતા નહીંવત રહેશે. ઉમેદવારોને પણ પરીક્ષા આપવામાં સરળતા રહેશે. ઓનલાઈન પરીક્ષાથી પરિણામ ઝડપી બનશે. ઝડપી પરિણામથી ભરતી પ્રક્રિયાને વેગ મળશે. બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થશે પ્રિન્ટીંગનો કાગળ બચી જશે. સાયબર સુરક્ષા સુનિશ્ચિત થાય એ જરૂરી છે.
પશ્ચિમી દેશમાં કેવી વ્યવસ્થા છે?
ઓપન બુક એક્ઝામનો એક વિકલ્પ હોય છે. જે વિષયની પરીક્ષા હોય તેની ટેક્સ્ટ બુક આપી દેવાય છે. સવાલ એ રીતે પૂછાય છે કે તમારે ટેકસ્ટ બુકથી વિશેષ લખવું પડે છે. ઓપન બુક એક્ઝામ છતા પાસ થવામાં પણ તકલીફ પડે છે. જે પરીક્ષાનું પેપર હોય તે કોર્સમાં 25 થી 30 જુદા-જુદા પેપર હોય છે. બાજુમાં બેઠેલા પરીક્ષાર્થીનું પેપર તદ્દન જુદું હોય છે. ઘણી ઓનલાઈન પરીક્ષામાં સ્ક્રીન ફ્રીઝ થઈ જાય તેવી વ્યવસ્થા હોય છે. સ્ક્રીન ઉપરથી તમે બીજી વેબસાઈટ ઉપર જઈ શક્તા નથી. જસ્ટ ઓન ટાઈમ પદ્ધતિ પણ પશ્ચિમી દેશમાં અમલમાં છે. પેપર એન્ક્રીપ્ટેડ હોય છે જે સામે હોય છતા વાંચી ન શકાય. એન્ક્રીપ્ટેડ પેપર પરીક્ષાના 15 મિનિટ પહેલા જ જનરેટ થાય છે. પાંચ મિનિટ પહેલા જ પેપર સર્વર ઉપર મોકલવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે