ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ એલાન કર્યુ છે કે, પીએમ મોદીના આગામી પંજાબ પ્રવાસ દરમિયાન આખા રાજ્યમાં ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતો તમામ ખેત પેદાશો પર એમએસપીની માંગ કરી રહ્યા છે.બીજી તરફ ભાજપનુ કેહવુ છે કે, કોંગ્રેસ ખેડૂતોને ઉશ્કેરી રહી છે.ખેડૂતોની તમામ માંગણીઓ માનવામાં આવી છે ત્યારે પ્રદર્શનની જરુર નથી.

જોકે સંગઠને કહ્યુ છે કે, ખેડૂતો પીએમ મોદીનો રસ્તો નહીં રોકે.પ્રદર્શન કરવાનુ કારણ એ છે કે, ખેડૂતોની મિનિમમ સપોર્ટ પ્રાઈસની માંગણી પૂરી થઈ નથી.સરકારે વાયદો કર્યો હતો કે, આ માટે કમિટિ બનાવાશે પણ હજી સુધી કમિટિ બની નથી.
આમ છતા ખેડૂતો પ્રદર્શન કરવા માંગે તો કરી શકે છે.સરકાર ચૂંટણી બાદ વાયદા પ્રમાણે એમએસપી માટે કમિટિ બનાવી દેશે.સરકારે ખેડૂત નેતાઓના નામ પણ મંગાવ્યા છે.
બીજી તરફ કોંગ્રેસ સાસંદ રવનીત બીટ્ટુનુ કહેવુ છે કે, પીએમ મોદીએ પંજાબમાં પ્રવાસ માટે હેલિકોપ્ટરનો જ ઉપયોગ કરવો જોઈએ અને રોડ માર્ગે યાત્રા કરવી જોઈએ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…