Abhayam News
AbhayamNews

ABG શિપયાર્ડ સામે CBIમાં FIR:-28 બેંકો સાથે રૂપિયા આટલા કરોડની ઠગાઈની ફરિયાદ…

સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશન એ એબીજી શિપયાર્ડ અને તેના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં ફરિયાદ નોંધી છે.

CBIએ ABG શિપયાર્ડ અને તેના તત્કાલિન અધ્યક્ષ તથા નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય વિરુદ્ધ 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી ના આરોપમાં FIR નોંધવામાં આવી છે.

cએસબીઆઈના ડીજીએમે ગુજરાતની કેટલીય કંપનીઓ પર 22842 કરોડનો ફ્રોડનો આરોપ લગાવ્યો છે. આ કૌભાડને બૈંકીંગ ફ્રોડમાં અત્યાર સુધીનો સૌથી મોટું કૌભાંડ કહેવાય છે.

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની ફરિયાદ અનુસાર, કંપનીએ બેંક પાસેથી 2925 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

જ્યારે ICICI બેંક પાસેથી 7089 કરોડ, IDBI બેંક પાસેથી 3634 કરોડ, બેંક ઑફ બરોડા (BOB)પાસેથી 1614 કરોડ, પંજાબ નેશનલ બેંક (PNB) પાસેથી 1244 અને ઈન્ડિયન ઑવરસિઝ બેંક (IOB) પાસેથી 1228 કરોડ રૂપિયા લેવાના બાકી છે.

જણાવી દઇએ કે, આ કંપની જહાજ નિર્માણ અને જહાજ રિપેરીંગનું કામ કરે છે. તેનું શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સૂરતમાં આવેલા છે. આ કંપનીની કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

FIRમાં જણાવ્યા અનુસાર કૌભાંડનો સમય એપ્રિલ 2012થી જૂલાઈ 2017 સુધી બતાવામાં આવ્યો છે. આ સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલ સૌથી મોટી બેંક કૌભાંડનો કિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…


Related posts

ISROએ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે.

Vivek Radadiya

જુઓ :-સુરતના મેયરનો બંગલો આટલા કરોડના ખર્ચે તૈયાર…

Abhayam

રાફેલને ટક્કર આપનારું F16 ફાઈટર જેટ હવામાં થયું ક્રેશ

Vivek Radadiya