Abhayam News
Abhayam

દરોડામાં મળેલ કાળા નાણાં વિશે આવકવેરાના નિયમો શું કહે છે?

What do income tax rules say about black money found in raids?

દરોડામાં મળેલ કાળા નાણાં વિશે આવકવેરાના નિયમો શું કહે છે? આયકર વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુ ઘર અને ઠેકાણામાંથી 353 કરોડ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ઘરના ખૂણે-ખૂણામાંથી 500 અને 200 રૂપિયાની આટલી નોટો નીકળી કે આ રૂપિયા ગણવામાં કુલ પાંચ દિવસ લાગ્યા હતા. નોટોની ગણતરી રવિવારે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી. આ સમય દરમિયાન ઘણા આઈટી અધિકારીઓ અને બેંક કર્મચારીઓ કલાકો સુધી બેસીને નોટો ગણતા હતા.  

What do income tax rules say about black money found in raids?

દેશમાં અત્યાર સુધીના ઇતિહાસમાં આ સૌથી વધુ રોકડ જપ્તી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ શાખાઓના બેંકે, 3 ડઝનથી વધુ કાઉન્ટિંગ મશીનો અને 80 અધિકારીઓને તૈનાત કરીને આશરે રૂ. 353 કરોડની ગણતરી કરી હતી. રૂ. 100, 200 અને 500ની નોટોની 176 થેલીઓ હતી. આવી સ્થિતિમાં, દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસના ધીરજ સાહુ પાસેથી જપ્ત કરેલા 353 કરોડ રૂપિયા હવે કોણ રાખશે? કેટલા ટકા ટેક્સ લાગશે? 

દરોડામાં મળેલ કાળા નાણાં વિશે આવકવેરાના નિયમો શું કહે છે?

આવકવેરાના નિયમો શું કહે છે?
આવકવેરાના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ પાસે અઘોષિત આવક મળી આવે તો ટેક્સની સાથે દંડની જોગવાઈ છે. ટેક્સ સ્લેબના આધારે 300 ટકા સુધી ટેક્સ અને પેનલ્ટી લાદવામાં આવી શકે છે. નિયમો અનુસાર ધીરજ સાહુના ઠેકાણાઓમાંથી રિકવર કરાયેલી સંપત્તિ પાછી મેળવવી મુશ્કેલ છે ઉપરાંત તેણે વધારાના ટેક્સ પણ ચૂકવવા પડી શકે છે. 

આવા કિસ્સામાં આવકવેરા વિભાગ દ્વારા મહત્તમ ટેક્સ 33 ટકા છે, જેમાં 3 ટકા સરચાર્જ છે. આ પછી, 200 ટકા સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. નિયમો અનુસાર, જો જપ્ત કરાયેલી મિલકત આ ચાલુ વર્ષની છે તો તેના પર કુલ 84 ટકા ટેક્સ અને દંડ વસૂલવામાં આવશે. પરંતુ જો આ કાળી કમાણી પાછલા વર્ષોની હોય તો તેના પર 99% સુધીનો ટેક્સ અને દંડ વસૂલ કરી શકાય છે. 

ધીરજ સાહુનો પરિવાર શું કરે છે? 
બૌદ્ધ ડિસ્ટિલરી એ રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના પરિવારની કંપની છે. આ કંપની દારૂના વ્યવસાયમાં છે અને ઓડિશામાં તેની ઘણી દારૂ બનાવવાની ફેક્ટરીઓ છે. આ કારણસર કંપનીના ઘણા સ્થળો પર ટેક્સ ચોરીના આરોપમાં દરોડા પાડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે વર્ષ 2009માં થયેલી પેટાચૂંટણીમાં પહેલીવાર ધીરજ સાહુ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. જે બાદ તેઓ 2010માં બીજી વખત અને 2018માં ત્રીજી વખત રાજ્યસભા પહોંચ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

CM રૂપાણીની હાજરીમાં IAS વિજય નેહરા એ આપી ચેતવણી જાણો શું છે પૂરી ખબર….

Abhayam

તાઈવાને ફરી એકવાર ચીનને મોટો ઝટકો આપ્યો

Vivek Radadiya

X બનશે ડેટિંગ એપ એલન મસ્કની મોટી તૈયારી

Vivek Radadiya