Abhayam News
AbhayamSocial Activity

મહીપતસિંહ ચૌહાણ એટલે ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોનો મસીહા

આપણે ઘણી વખત ફિલ્મોમાં અથવા તો કહાનીઓમાં મસીહા કે સુપર હીરોની વાતો સાંભળી અથવા જોઈ હોઈ પરંતુ એને સાચું સાબિત કરવું ખુબ અઘરું કામ હોઈ છે. હાલના ઝડપી બનેલા યુગમાં જ્યાં માણસને પોતાના માટે પૂરો સમય મળતો નથી એવી સ્થિતિમાં અન્ય લોકોની મદદ માટે તો વિચારવું જ ક્યાં શક્ય બને છે.

પરંતુ ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે કઈંક અનોખી સેવા થઇ રહી છે.  સર્વ સમાજ સેનાના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ લવાલ ગામે શિક્ષણ એજ કલ્યાણ સંકૂલમાં આ રીતે 150 થી પણ વધુ  બાળકોનો ઉછેર કરી રહ્યા છે.

સોશ્યલ મીડિયા દ્વારા 100 રૂપિયાના માતબર દાનથી શરુ કરવામાં આવ્યું

લવાલ ગામના આ શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં 4 માળની વિશાલ ઇમારત બનાવવામાં આવી છે. જેમાં શિક્ષણ તેમજ વ્યક્તિગત વિકાસ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સોશ્યલ મિડિયાન માધ્યમથી 100 રૂપિયાના માતબર દાનથી શરુ થયેલી આ શિક્ષણ સંકુલ બનાવવવાની સફળ આજે આશરે 3 કરોડ રૂપિયાનું સંકુલ બની ગયું છે. હાલમાં અનેક સુવિધાઓ અહીંયા હજુ વધુ ને વધુ ઉભી કરવામાં આવી રહી છે.

આ સંકુલના ઉદ્ઘાટન વખતે ગુજરાતી ફિલ્મી એકટર હિતેન કુમાર હાજર રહ્યા

આ સંકૂલના ઉદ્ઘાટનમાં કોઇ રાજકીય લોકોના નામ કે આમંત્રણ ન રાખી, એક શિક્ષક અને મિત્રોના હાથે સંકૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન વખતે ગુજરાતી સિનેમાના સ્ટાર હિતેન કુમાર જાતે આવી પહોંચ્યા હતા અને મહિપતસિંહના આ કામ માટે વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે હું છેલ્લા 1 વર્ષથી મહિપતસિંહની કામગીરી જોઈ રહ્યો હતો અને શિક્ષણ માટે ગુજરાતના એક ગામમાં કઈ સારું થઈ રહ્યું છે તે ઓબ્સર્વ કરી રહ્યો હતો. સમગ્ર ગુજરાત માંથી સામે ચાલીને હજારો લોકો આ ઉદ્ઘાટન વખતે ઉપસ્થિત રહ્યા હતા.

મામ બાળકો સાથે આખો દિવસ મહિપતસિંહ ઊભા હોય છે

સંકૂલના ઉદઘાટન બાદ એડમિશનની શરૂઆત થઈ ત્યારે પ્રથમ બાળકથી લઈને અત્યાર સુધી કુલ 140 જેટલા બાળકોને એડમિશન આપવામાં આવ્યું છે, જેમાં 50 બાળકોના માતપિતા નથી, 40 બાળકોમાં કોઈના પિતા તો કોઈના માતા નથી અને 10 બાળકો એવા છે જેના માતપિતા છે પણ એકદમ આર્થિક રીતે નબળી સ્થિતિમાં છે. 

અરે એટલુંજ નહિ પરંતુ અનેક બાળકો રેલવે સ્ટેશન પર ભીખ માંગતા હોઈ કે અન્ય જગ્યાએ હેરાન થતા બાળકોને સામે ચાલી અને પોતે લેવા જાય છે અને આવા બાળકોને આ સંકૂલમાં રાખવામા આવ્યા છે. સવારના નાસ્તાથી લઈને ભણવાનું હોય કે સમસ્યા મુદે સમાધાન, એક મોટાભાઈની જેમ બાળકો સાથે હાજર રહે છે. જમવાનું હોય તો બાળકો સાથે નીચે બેસીને જમવાનું અને રમત કરવાની હોય તો બાળક બનીને બાળકો જોડે રમવાનું અને પોતે જાતે જમવા માટે બાળકો સાથે બેસે છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાંથી મુલાકાતીઓ આવે છે :: મહીપત ચૌહાણ  હાલમાં આ સંકુલ ને જોવા સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, વિશેષ વ્યક્તિઓ, અધિકારીઓ અને પરિવારો મુલાકાતે આવી રહ્યા છે. આવનારા મુલાકાતીઓ બાળકો સાથે રહે છે અને બાળકો માટે જમવાની કે અન્ય જરૂરિયાત પુરી વસ્તુઓ ભેટ સ્વરૂપે લાવી રહ્યા છે. આમ જોત જોતામાં સમગ્ર ગુજરાતમાંથી ખુબ મોટી સંખ્યામાં આશિર્વદ અને સપોર્ટ મળી રહ્યો છે.

આખા ગુજરાતના જિલ્લાઓમાં સંકુલ બનાવવાનો નિર્ણય : મહિપતસિંહ ચૌહાણ

મહિપતસિંહ ચૌહાણનો એવો નિર્ણય અને ઈચ્છા છે કે એના પોતાના ગામમાં જેવું સંકુલ બનાવ્યું છે તેવું ગુજરાતના દરેક જિલ્લાઓમાં હોવું જોઇયે અને દરેક લોકોને આ સંકુલ બનાવવામાં મદદરૂપ થવા તેમજ આગળ આવવા માટે અપીલ કરવામાં આવી છે. ગુજરાતના લોકો જો ધારે તો આવું 100% શક્ય બનશે અને જલ્દીથી આ સપનું પણ સાકાર થશે એવો સંકલ્પ છે.

આપણે સૌ પરિવાર સાથે એક વાર આ સંકુલની મુલાકાત લઇએ અને ત્યાંના જરૂરિયાત મંદ બાળકો માટે બની શકે એટલું મદદ કરીયે.

જય હિન્દ … વંદે માતરમ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ શાળાના બે ઇનોવેટિવ પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી…

Abhayam

પાસપોર્ટ બનાવડાવો છે?

Vivek Radadiya

‘ગુજરાત સરકાર પાસે 25 વર્ષનો રોડમેપ તૈયાર છે’

Vivek Radadiya