Abhayam News
AbhayamNews

સુરત :: રોટરેકટ ઇસ્ટ ક્લબ દ્વારા વેક્સીનેશન કરવામાં આવ્યું…..(જુઓ વધુ વિગત).

આજ રોજ રોટરેકટ ઇસ્ટ ક્લબ દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સુરતના વરાછા વિસ્તારના યોગીચોક કોમ્યુનીટી હોલ ખાતે શહેરના નાગરિકો માટે વિનામૂલ્યે કોરોનાની રસી મુકવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાની મહામારીમાં લોકોને જરૂરી એવી રસીને સેવા પૂરી પાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ કલબ દ્વારા તેમના મેમ્બરો અને હાલના પ્રેસિડેન્ટ પ્રતિક વસોયા તેમજ તેમના મુખ્ય કાર્યકર્તાઓ નીતિન ધામેલીયા , મનીશ બેલડીયા, સેક્રેટરી વિપુલ બલર સહિતના અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિ ને દેખરેખ હેઠળ તમામ વડીલો ને બેસવાની વ્યવસ્થા અને માસ્ક તેમજ અન્ય સાવચેતીના પગલા લઇ રસી મુકવામાં આવેલ હતી.

હાલમાં ૪૫ વર્ષની ઉપરના નાગરીકોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે એવા સંજોગોમાં આ કલબના મેમ્બરો દ્વારા આસપાસની સોસાયટીના વિસ્તારોમાં જાણ કરી અને વડીલોને રસી મુકવા સમજાવી અને તેમને કોરોના રસી મુકવામાં આવી હતી.

આજના આ રસીકરણ કાર્યક્રમમાં કુલ ૩૫૦ વ્યક્તિઓને રસી મુકવામાં આવેલ હતી. આ રસીકરણની ડ્રાઈવ આવનાર તારીખ ૧૧ એપ્રિલ સુધી ચાલનાર છે અને હજુ અનેક નાગરિકોને રસી મુકવા કલબના તમામ મેમ્બરો કટીબધ થયેલ છે.

આ કલબ દ્વારા સુરત શહેરની અંદર અનેક પ્રકારના સોશ્યલ કાર્યોમાં સહકાર આપવામાં આવે છે. તેમજ કોઈ પણ પ્રકારના સામાજિક કાર્યક્રમોમાં તેમનો સહકાર મળી રહે છે. હાલમાં ત્તાજેતરમાં જ મહા રક્તદાન કેમ્પમાં ૮૦૦ થી વધુ બોટલો રક્ત એકઠું કરેલ હતું.

Related posts

મોદી સરકારે વાહનચાલકો માટે લીધો આ મોટો નિર્ણય, આ કામ આગામી વર્ષથી ફરજિયાત કરવું પડશે…

Abhayam

મહેશભાઈ સવાણીને સૌરાષ્ટ્રમાં મળતું જનસમર્થન…

Abhayam

સુરતમાં બની ‘બચપન કા પ્યાર’ નામની મીઠાઈ…

Deep Ranpariya