Abhayam News
AbhayamBusinessGujaratSurat

Reliance Jio એ લોન્ચ કર્યું જિયો સ્પેસફાઈબર

Reliance Jio એ લોન્ચ કર્યું જિયો સ્પેસફાઈબર જિયોએ ભારતના સૌથી અંતરિયાળ વિસ્તારોને કનેક્ટ કરવા માટે ભારતનું પ્રથમ સેટેલાઇટ આધારિત ગીગાબાઇટ બ્રોડબેન્ડનું રજૂ કર્યું છે. જિયો તેના જિયોફાઇબર,

Reliance Jio એ લોન્ચ કર્યું જિયો સ્પેસફાઈબર

વિશ્વના સૌથી મોટા પ્રાઇવેટ મોબાઇલ ડેટા નેટવર્ક રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે ભારતના અગાઉ અત્યંત દુર્ગમ ગણાતા ભૌગોલિક વિસ્તારોમાં હાઇસ્પીડ બ્રોડબેન્ડ સર્વિસીઝ પૂરી પાડવા માટે ભારતની પ્રથમ સેટેલાઇટ-આધારિત ગીગા ફાઇબર સર્વિસીઝનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું છે. જિયોએ શુક્રવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં જિયોસ્પેસફાઇબર નામના તેના નવા સેટેલાઇટ બ્રોડબેન્ડની રજૂઆત કરી હતી. આ સેવા સમગ્ર દેશમાં અત્યંત પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે.

જિયો 450 મિલિયનથી વધુ ભારતીય ગ્રાહકોને હાઇસ્પીડ બ્રોડબેન્ડ ફિક્સ્ડ લાઇન

આજે જિયો 450 મિલિયનથી વધુ ભારતીય ગ્રાહકોને હાઇસ્પીડ બ્રોડબેન્ડ ફિક્સ્ડ લાઇન અને વાયરલેસ સેવાઓ પૂરી પાડી રહ્યું છે. ભારતમાં દરેક ઘર માટે ડિજિટલ સમાવેશને વેગ આપવા માટે જિયોએ જિયોસ્પેસફાઇબરનો તેની જિયોફાઇબર તથા જિયોએરફાઇબરની પ્રીમિયર બ્રોડબેન્ડ સેવાઓની શ્રેણીમાં સમાવેશ કર્યો છે. જિયોના લીધે ગ્રાહકો અને વ્યવસાયોને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના વિશ્વસનીય, ઓછી વિલંબિતતા સાથેની અને હાઇસ્પીડ ઇન્ટરનેટ તથા મનોરંજન સેવાઓની અભૂતપૂર્વ સગવડ મળી છે. હવે સેટેલાઇટ નેટવર્ક મોબાઇલ બેકહોલ માટે વધારાની ક્ષમતાને પણ સંચાલિત કરશે અને તે દેશના અંતરિયાળ વિસ્તારોમાં જિયો ટ્રૂફાઇવજીની ઉપલબ્ધતા અને ક્ષમતાને વધુ વિસ્તારશે.

જિયો વિશ્વની અદ્યતન મીડિયમ અર્થ ઓર્બિટ (એમ.ઇ.ઓ.) સેટેલાઇટ ટેક્નોલોજી

જિયો વિશ્વની અદ્યતન મીડિયમ અર્થ ઓર્બિટ (એમ.ઇ.ઓ.) સેટેલાઇટ ટેક્નોલોજીનો લાભ લેવા માટે એસ.ઇ.એસ. સાથે ભાગીદારી કરી રહ્યું છે, જે એકમાત્ર એમ.ઇ.ઓ. કોન્સ્ટેલેશન છે જે અવકાશમાંથી ખરેખર યુનિક ગીગાબીટ, ફાઇબર જેવી સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ છે. જિયો પાસે એસ.ઇ.એસ.ના ઓ3બી અને નવા ઓ3બી એમપાવર ઉપગ્રહોના સંયોજનની ઍક્સેસ છે તે સાથે તે એકમાત્ર એવી કંપની છે જે ગેમ-ચેન્જિંગ ટેક્નોલોજી આપે છે, તે સમગ્ર ભારતમાં વિસ્તારી શકાય તેવું અને સસ્તું બ્રોડબેન્ડ પૂરું પાડે છે, તે ખાતરીપૂર્વકની વિશ્વસનીયતા અને સેવાની સુગમતાના સ્તર સાથે આ ક્ષેત્રે પ્રથમ છે.

જિયોસ્પેસફાઇબર

જિયોએ ભારતમાં લાખો ઘરો અને વ્યવસાયોને પ્રથમ વખત બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો અનુભવ કરવા માટે સક્ષમ બનાવ્યા છે. જિયોસ્પેસફાઇબર સાથે અમે હજી સુધી નહીં જોડાયેલા લાખો લોકોને આવરી લેવા માટે અમારી પહોંચને વિસ્તારીએ છીએ,” તેમ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું. “જિયોસ્પેસફાઇબર દરેકને, દરેક જગ્યાએ, ઓનલાઈન લાવી સરકાર, શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન સેવાઓની ગીગાબીટ ઍક્સેસ સાથે નવી ડિજિટલ સોસાયટીમાં સંપૂર્ણ રીતે ભાગ લેવાની અનુકૂળતા ઊભી કરી આપશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આ આરોપીના ઘરેથી પેપર લીક કાંડમાં પોલીસને રોકડા 23 લાખ મળી આવ્યા..

Abhayam

દિલ્હીમાં I.N.D.I.A એલાયન્સની મહત્વની બેઠક યોજાઈ

Vivek Radadiya

દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન

Vivek Radadiya