Abhayam News
Abhayam

રેમન્ડના ભૂતપૂર્વ માલિક ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર

Raymond's former owner forced to live in rented house

રેમન્ડના ભૂતપૂર્વ માલિક ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર ઘરનો વિવાદ એટલો વધી જતા પોતાના સગા પુત્રએ પિતાને ઘરમાંથી કાઢી મુક્યા હતા. વિજયપતને મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા આલીશાન જેકે હાઉસમાંથી બહાર કાઢ્યા હતા. તેને ભાડાના મકાનમાં રહેવા મજબૂર કરવામાં આવ્યા.

Raymond's former owner forced to live in rented house

ધાબળા વેચતી નાની ફેક્ટરીને રેમન્ડ જેવી બ્રાન્ડ બનાવનારા વિજયપત સિંઘાનિયા આજે ભાડાના મકાનમાં જીવન વિતાવી રહ્યા છે. કોણે વિચાર્યું હતું કે એક સમયે અંબાણી કરતાં વધુ નેટવર્થ ધરાવતા વિજયપતની આજે આવી હાલત થઈ જશે. તેમના પુત્ર વિજય સિંઘાનિયાએ તેમને પૈસાના જરૂરિયાતમંદ બનાવી દીધા છે. હા! આ વાત ખુદ વિજયપતે ઘણી વખત કહી છે.

Raymond's former owner forced to live in rented house

આવું સાંભળીને નવાઈ તો ત્યારે લાગે છે જ્યારે પિતા પોતાના પુત્રને જમીનથી સિંહાસન સુધીની સફરમાં મદદ કરી હતી તે વ્યક્તિ આજે પોતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. એક સમયે તેઓ પોતાના પ્રાઈવેટ પ્લેનમાં ઉડતા હતા અને આજે તેમની પાસે પોતાની કાર કે બાઈક પણ નથી. વિજયપતે 12,000 કરોડ રૂપિયાની મિલકત પોતાના પુત્રને આપીને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી દીધી છે. આવો વાત કરીએ વિજયપત સિંઘાનિયાની જે સિંહાસન પરથી જમીન પર કેવી રીતે પહોંચ્યા હતા.

Raymond's former owner forced to live in rented house

કૈલાશપત સિંઘાનિયાએ વર્ષ 1980માં રેમન્ડની કમાન વિજયપત સિંઘાનિયાને સોંપી હતી. આ પછી વિજયપતે આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી અને પછી તેને ઉંચાઈ પર લઈ જવાની પ્રક્રિયા ચાલુ કરી હતી. વર્ષ 1990માં વિજયપતે ભારતમાં પ્રથમ વખત તેનો શોરૂમ ખોલ્યો.

આ પછી વર્ષ 2015માં તેણે આ રેમન્ડ કંપનીનું સુકાન તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયાને આપી દીધું હતું. તેના તમામ શેર તેના પુત્રના નામે ટ્રાન્સફર કર્યા હતા. કદાચ આ તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી. તે સમયે શેરની કિંમત 1000 કરોડ રૂપિયા હતી. ત્યારથી પુત્રએ એવા રંગ બતાવ્યા કે તેમના સંબંધો સુધરવાને બદલે બગડવા લાગ્યા.

Raymond's former owner forced to live in rented house

રેમન્ડના ફાઉન્ડર વિજયપત સિંઘાનિયાએ પોતે પણ ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે, તેણે આખા બિઝનેસનું નામ પોતાના પુત્રના નામે કરીને મોટી ભૂલ કરી છે. પુત્રએ પિતા પાસેથી માત્ર ઘર જ નહીં પરંતુ કાર અને પછી ડ્રાઈવર પણ છીનવી લીધા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ પિતા વિજયપતે મલબાર હિલ્સમાં તેમના ડુપ્લેક્સ ઘર પર પોતાનો અધિકાર માંગ્યો હતો, ત્યારથી બંને વચ્ચે વિવાદ વધતો ગયો હતો.

હવે વિજયપતે એક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્રને લોભી અને ઘમંડી ગણાવ્યો છે. તેણે કહ્યું કે તેનો પુત્ર તેને રસ્તા પર જોઈને ખુશ થાય છે. તમામ મિલકત પોતાના પુત્રને સોંપવી તેની જીંદગીની સૌથી મોટી ભૂલ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ખાઓ છો ચીનનું નકલી લસણ??

Vivek Radadiya

ઘોલ માછલીને રાજ્યની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરવામાં આવી

Vivek Radadiya

100 થી વધારે જનરેટરો સાથે મહેશભાઈ સવાણી સહિત સેવા સંસ્થાની ટીમ પહોંચી સુરતથી ઉના અને ગીરગઢડા તાલુકામાં..

Abhayam