Abhayam News
AbhayamGujarat

સિંગાપોરમાં ઉદ્યોગમંત્રી સાથે CMની બેઠક 

CM's meeting with Industries Minister in Singapore

સિંગાપોરમાં ઉદ્યોગમંત્રી સાથે CMની બેઠક  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે હાલ જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે સિંગાપોર પહોંચ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન અને સમિટમાં સિંગાપોરની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર પ્રવાસનો પ્રારંભ સિંગાપોરના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર યુત ગેન કિમ યોંગ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો. 

CM's meeting with Industries Minister in Singapore

ભુપેન્દ્ર પટેલે ત્યારબાદ સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી તેમજ સિંગાપોર બિઝનેસ ફેડરેશનના CEO યુત પ્રસુન મુખર્જી અને ડેલીગેશન સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રી ગેન કિમ યોંગ સાથે મુલાકાત દરમિયાન સિંગાપોર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય વેપાર- વણજ અને રોકાણો અંગે ચર્ચા કરી હતી.  

સિંગાપોરમાં ઉદ્યોગમંત્રી સાથે CMની બેઠક 

CM's meeting with Industries Minister in Singapore

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના આપેલા વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત વિકાસનું રોલ-મોડેલ બન્યું છે એમ પણ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે,

CM's meeting with Industries Minister in Singapore

ગુજરાતમાં રીન્યુઅલ એનર્જી, ઇલેક્ટ્રીક વ્હીકલ્સ, સેમિકન્ડક્ટર, ફૂડ પ્રોસેસિંગ, ડેરી પ્રોડક્ટ જેવા ઈમર્જિંગ સેક્ટરમાં મૂડી રોકાણ લાવવા માટે સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્યમંત્રીએ ગુજરાતના લોજિસ્ટિક સેક્ટરની ઉપયોગિતા સંદર્ભે જણાવ્યું કે, ગ્લોબલી કનેક્ટેડ મલ્ટિપલ લોકેશન્સ અને લાંબી કોસ્ટ લાઈનને કારણે ગુજરાત ભારતનું લોજિસ્ટિક હબ તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રીએ સિંગાપોરના ઉદ્યોગ અને વેપાર મંત્રીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રીએ શું કહ્યું ? 
બેઠક દરમિયાન મંત્રી ગેન કીમે જણાવ્યું કે, ભારતમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે અને સિંગાપોરની કંપનીઓ ભારત સરકારના સહયોગથી કામ કરવા તત્પર છે. તેમણે કહ્યું કે, સિંગાપોરને સાઉથ ઇસ્ટ એશિયા રિજનમાં ફ્રુટ, વેજીટેબલ્સ અને ડેરી પ્રોડક્ટ માટેનું હબ બનાવવા માટે ગુજરાત જેવા સક્ષમ રાજ્ય સાથેનો સહયોગ તેમના માટે લાભદાયી બનશે.

CM's meeting with Industries Minister in Singapore

તેમણે ગુજરાત ડેલીગેશનને સિંગાપોર પોર્ટની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાની તત્પરતા દર્શાવી હતી.

સિંગાપોર મોનેટરી ઓથોરીટી સાથે બેઠક  
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેક્નોલોજી ઓફિસર સોપનેન્દુ મોહંતી સાથે પણ બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના વિકાસ અને ગુજરાતમાં રોકાણની સંભાવનાઓ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

CM's meeting with Industries Minister in Singapore

મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીમાં કાર્યરત સિંગાપોરની કંપનીઓની સફળ કામગીરી ગુજરાત-સિંગાપોરના વધતા સંબંધોનું મુખ્ય પરિબળ હોવાનો મત આ બેઠક દરમ્યાન વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સોપનેન્દુ મોહંતીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું.

સિંગાપોર બિઝનેસ ફેડરેશન(SBF)ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર બિઝનેસ ફેડરેશન(SBF)ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બેઠક યોજી હતી. SBFના સી.ઈ.ઓ. કોક પિંગ સુન, વાઈસ ચેરમેન(સાઉથ એશિયા બિઝનેસ ગ્રુપ) પ્રસુન મુખર્જી, બ્લેકસ્ટોન સિંગાપોરના ગૌતમ બેનરજી વગેરે આ બેઠકમાં સહભાગી થયા હતાં.

CM's meeting with Industries Minister in Singapore

ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં SBFની સક્રિય સહભાગીતાને આવકારી હતી. બેઠક દરમિયાન થયેલી ચર્ચામાં SBFના પ્રતિનિધિઓએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોમાં ભાગ લેવાની તેમની ઉત્સુકતા વ્યક્ત કરી હતી અને તે વિશે ચર્ચા-પરામર્શ કર્યા હતા. મુખ્યમંત્રીએ SBF પ્રતિનિધિઓને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ રાજકુમાર સહિત ગુજરાત ડેલિગેશનના સભ્યો જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

E Shram Card: ઇ-શ્રમ કાર્ડ શું છે ?

Vivek Radadiya

તમારા પેન્શન સાથે જોડાયેલી 10 મહત્વપૂર્ણ બાબતો

Vivek Radadiya

PM Kisan Scheme: હજુ સુધી નથી મળ્યા 2000 રૂપિયા  

Vivek Radadiya