Abhayam News
AbhayamNews

રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરની આખરે અટકાયત:-રેલવે જમીન મુદ્દે ધરણા..

રેલવે જમીન મુદ્દે ધરણા કરી રહેલા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરની આખરે અટકાયત, કોંગ્રેસે કહ્યું આંદોલન ચાલુ રહેશે…

અમરેલીના રાજુલામાં રેલવેની જમીન મુદ્દે ધરણા કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરની અટકાયત કરવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્યો અને રેલ્વે વિભાગ ની મંત્રણા પડી ભાંગી જેથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જોકે, કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન યથાવત રાખવામાં આવશે.

રાજુલા શહેરની વચ્ચોવચ આવેલી રેલવેની જમીન છેલ્લા ૨૫ વર્ષોથી પડતર અને બિન ઉપયોગી  હોવાના કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે. જેથી ધારાસભ્ય અંબરીશ ડેર તથા રાજુલા નગરપાલિકાની માંગણી કરી હતી કે, રાજુલામાં રેલવેની બિન ઉપયોગી જમીન નગરપાલિકાને ચિલ્ડ્રન પાર્ક, સર્કલ,રસ્તાઓ, સિનિયર સિટીઝન પાર્ક, સાઇકલ ટ્રેક,વોક વે, સહિતના વિકાસ કામો માટે જમીન સોંપવામાં આવે.

રાજુલામાં રેલવેની પડતર પડેલ જમીનમાં બ્યુટીફીકેશન પાર્ક અને રોડ બનાવવા માટે સોપણી નહીં થતાં અને બેરીકેટ લગાવી દેવાતા જમીન સોંપણી કરાવવા ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા છેલ્લા 10 દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવેલા છે.  જોકે, મંત્રણા ભાંગી પડતા પોલીસ દ્વારા અમરીશ ડેરની અટકાયત કરવામાં આવી.

જેનાં માટે નગરપાલિકા અને રેલવે વચ્ચે કરાર પણ કરવામાં આવ્યા હતાં. પરંતુ ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા નગરપાલિકાને વિકાસ કાર્યો માટે જમીનનો કબજો સોંપવામાં ન આવતા બેરીકેટ ઉભા કરવા આવ્યા હતા.  જે બાદ સમગ્ર વિવાદ સામે આવ્યો.  અને અમરીશ ડેર દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

PM મોદીનો મોટો શાબ્દિક હુમલો

Vivek Radadiya

ટેબલેટ મુદે સરકાર ને ફરી મળી આંદોલનની ચીમકી.

Deep Ranpariya

100 થી વધારે જનરેટરો સાથે મહેશભાઈ સવાણી સહિત સેવા સંસ્થાની ટીમ પહોંચી સુરતથી ઉના અને ગીરગઢડા તાલુકામાં..

Abhayam