Abhayam News
AbhayamNews

રાજકોટમાં ભાજપના કાર્યકર્તા સામે નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ…

લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં આવ્યા બાદ અલગ-અલગ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ કે પછી નેતાઓ સામે પણ ગુનો દાખલ થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે.

રાજકોટમાં જે પક્ષની સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગના કાયદાને અમલમાં મુકવામાં આવ્યો છે તે પક્ષના એક કાર્યકર્તાની સામે જ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ટૂંકમાં કલેક્ટરના આદેશ બાદ રાજકોટમાં ભાજપના કાર્યકર્તા સામે પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ભાજપના કાર્યકર્તા દ્વારા ગેરકાયદેસર રીતે જંકશન સોસયટીનો એક પ્લોટ પચાવીને તેનું વેચાણ કરી દેવામાં આવ્યું હતું.

રાજ્યમાં લેન્ડ માફિયાઓની સામે કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં સરકારી કે ખાનગી જમીન પર કોઈ પણ ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હોય તો જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરીને પોલીસને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે છે અને ગેરકાયદેસર કબજે કરવામાં આવેલી મિલકતને તેના માલિકને પરત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે. ત્યારે શું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જે કાર્યકર્તાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે

અને તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું? ધરપકડ બાદ એ પણ જોવાનું એ રહે છે કે, ભાજપના કાર્યકર્તા સામે તટસ્થ કાર્યવાહી થાય છે કે પછી તે વગ વાપરીને છૂટી જાય છે. 

રાજકોટના ભાજપના વોર્ડ નંબર 3ના મહામંત્રી રાજુ દરિયાણી સામે રાજકોટમાં જંકશન પ્લોટ સોસાયટીનો પ્લોટ પચાવી પાડવા મામલે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે ભાજપના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટરના આદેશ બાદ આ કાર્યવાહી હાથધરવામાં આવી છે.

ભાજપના કાર્યકર્તા રાજુ દ્વારા સોસાયટીના રજીસ્ટરમાં પ્લોટના વેચાણની એન્ટ્રી કરીને આ પ્લોટનું વેચાણ કરી દેવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત છે કે જંકશન સોસાયટીમાં પોતે ચેરમેન હોવાના નાતે આ પ્લોટનું બારોબાર ભાજપના કાર્યકર્તાએ વેચાણ કરી દીધું હતું.

લેન્ડ ગ્રેબિંગના કેસમાં સંડોવણી સામે આવ્યા બાદ ભાજપના વોર્ડ મહામંત્રીની ધરપકડ થતા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કોરોના દર્દીઓને ઝડપથી સાજા કરી શકાય એ માટે આલ્કલાઈન પાણીનું વિનામૂલ્યે વિતરણ..

Abhayam

હાઇટેક અને સૌથી સુરક્ષિત છે RapidX Rail Namo Bharat – ખાસિયત જાણો

Vivek Radadiya

દક્ષિણ ગુજરાતના વિજકર્મીઓ સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો શરૂ કરવા રવાના થયા..

Abhayam