રાજકુમાર રાવને નેશનલ આઈકન બનાવવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે રાજકુમાર રાવને આઈકન નિયુક્ત કરશે. નેશનલ આઈકન લોકોને વોટિંગ માટે જાગૃત કરે છે.
- આવતીકાલે રાજકુમાર રાવને આઈકન નિયુક્ત કરાશે
- લોકોને વોટિંગ માટે જાગૃત કરે છે નેશનલ આઈકન
રાજકુમાર રાવને નેશનલ આઈકન બનાવવાનો નિર્ણય ભારત નિર્વાચન આયોગે અભિનેતા રાજકુમાર રાવને નેશનલ આઈકન બનાવવાનો નિર્ણય કર્યો છે. ભારત નિર્વાચન આયોગ આવતીકાલે રાજકુમાર રાવને આઈકન નિયુક્ત કરશે. નેશનલ આઈકન લોકોને વોટિંગ માટે જાગૃત કરે છે.
બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની અનેક ફિલ્મો હિટ થઈ છે. ફિલ્મ ‘ન્યૂટન’ના કારણે આ અભિનેતાને અલગ ઓળખ મળી છે. ફિલ્મ ‘ન્યૂટન’ વર્ષ 2017માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ માટે રાજકુમાર રાવને નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ નૂતન કુમાર નામના એક સરકારી ક્લર્કની ભૂમિકા ભજવી હતી. નૂતન કુમાર એક એવો ક્લર્ક હતો જે, નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી માટે પ્રતિબદ્ધ હતો.
ઓગસ્ટમાં સચિન તેંડુલકરને આઈકન બનાવવામાં આવ્યો હતો
ચૂંટણી આયોગે ઓગસ્ટમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને નેશનલ આઈકન બનાવ્યો હતો. આગામી વર્ષે ભારતમાં લોકસભા ચૂંટણી થશે. ચૂંટણી આયોગ નાગરિકોને મતદાનમાં ભાગીદાર બનાલલા માંગે છે અને સૌથી વધુ યુવાઓ પર ધ્યાન આપવામાં આવે છે. આ કારણોસર સચિન તેંડુલકર અને રાજકુમાર રાવ જેવા સેલેબ્સને પસંદ કરવામાં આવી રહ્યા છે.
નેશનલ આઈકન શું કામ કરે છે?
નેશનલ આઈકને ચૂંટણી આયોગ સાથે એક સમજૂતી પર સાઈન કરવાની રહે છે, જે આગામી 3 વર્ષ માટે હોય છે. સેલિબ્રિટી જાહેરાત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા અન્ય કાર્યક્રમોની મદદથી લોકોને મતદાન માટે જાગૃત કરે છે. ચૂંટણી આયોગે અગાઉ પણ ખેલાડીઓ અને અભિનેતાઓની નેશનલ આઈકન તરીકે પસંદગી કરી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે