Abhayam News
AbhayamNews

અહમદાવાદ માં શરૂ થઇ અદ્યતન સ્માર્ટ સ્કૂલો..

ગુજરાતી શાળા નંબર 22 અને 23 ને સ્માર્ટ સ્કૂલમાં તબદીલ કરવામાં આવી.

15 દિવસમાં AMC સ્કૂલમાં 18,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો.

સ્માર્ટ સ્કૂલ (Smart School) માં બ્લેક બોર્ડ પર નહીં પણ સ્માર્ટ બોર્ડ (Smart Board) પર વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.

શિક્ષણમંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) દ્વારા આજે બે સ્માર્ટ સ્કૂલો (Smart School) ને ખુલ્લી મુકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વધુ 2 સ્માર્ટ સ્કૂલ શરુ કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આધુનિક સમયમાં ઉચ્ચસ્તરનું શિક્ષણ મેળવી શકે તે હેતુથી લાખોના ખર્ચે આ શાળા તૈયાર કરાઈ છે. આ સ્માર્ટ સ્કૂલો (Smart School) માં વિદ્યાર્થીઓને મળનારી સુવિધાઓ ઉંચી ફી ઉઘરાવતી એવી ખાનગી શાળાને પણ ટક્કર મારે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા બહેરામપુરા ગુજરાતી શાળા નંબર 22 અને 23 ને સ્માર્ટ સ્કૂલમાં તબદીલ કરવામાં આવી છે. સ્માર્ટ સ્કૂલના ઉદ્ધાટનમાં આવેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આધુનિક સાધનો અને વ્યવસ્થાઓ સાથે સરકારી શાળાઓ શરૂ થઈ રહી હોવાનો ગર્વ છે. હું ગૌરવ અનુભવુ છું કે 15 દિવસમાં AMC સ્કૂલમાં 18,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.

સ્માર્ટ સ્કૂલ (Smart School) માં બ્લેક બોર્ડ પર નહીં પણ સ્માર્ટ બોર્ડ (Smart Board) પર વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. કેટલાક વર્ગોમાં સ્માર્ટ ટીવી (Smart Tv) ના માધ્યમથી પણ અભ્યાસ કરાવાશે. ગુગલ ફીચર ક્લાસ અને તેમાં આપવામાં આવેલી સુવિધા જ અહીં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અભ્યાસ માટે રોજ આવવ મજબુર કરી દેશે.

રાજ્યની 50 ટકા શાળાઓમાં ફાયરના સાધનોનો અભાવ, CCTV કેમેરા, લોકરની સુવિધા, પ્રોજેક્ટર નજરે પડતા નથી પરંતુ આ સ્માર્ટ સ્કૂલમાં પ્રવેશતા જ તમામ વસ્તુઓની હાજરી ધ્યાન આકર્ષિત કરે છે. ગણિત, વિજ્ઞાન અને જુદી જુદી આધુનિક લેબ અ સ્માર્ટ સ્કુલની વિશેષતા છે. 

આ સ્માર્ટ સ્કૂલ (Smart School) માં પ્રી એજ્યુકેશનલ કીટ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, સાયન્સ અને મેથ્સ લેબ વિથ વર્કિંગ મોડેલ, ડિજિટલ પ્લેનેટોરીયમ, ફ્યુચર ક્લાસરૂમ, ફોલ્સ સીલીંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ, ફ્રેન્સી બેન્ચીસો, ઇન્ડોર મેટ, CCTV કેમેરાથી લેસ, વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ બાળકો માટે ઉપલબ્ધ કરાવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ બ્લૂ જેટ હેલ્થકેરના IPO

Vivek Radadiya

1000થી વધુ સાધુ-સંતોનો ભંડારો, 500 લિટરના દૂધપાક સાથે માલપૂઆનો પ્રસાદ પીરસાયો….

Abhayam

શરદ પૂનમ આ રીતે બનાવો દૂધ પૌઆ, છૂટ્ટા અને મસ્ત બનશે

Vivek Radadiya