Abhayam News
AbhayamBusinessSurat

સુરત માં 100 કરોડ નું ઉઠામણું હાઇટેક સ્વીટ વોટરના ડિરેક્ટર

સુરત માં 100 કરોડ નું ઉઠામણું હાઇટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને કવિતા શાહ પર 100 કરોડના ઉઠામણાનો આક્ષેપ, બેંકમાંથી 100 કરોડની લોન લીધા બાદ વિજય શાહ પરિવાર સાથે અમેરિકા ભાગી ગયા ?

  • સુરતમાં હાઇટેક સ્વીટ વોટરના ડિરેક્ટર પર આરોપ
  • વિજય શાહ પર 100 કરોડના ઉઠામણાનો આરોપ
  • હજુ સુધી બેંકે પણ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ

સુરત માં 100 કરોડ નું ઉઠામણું

સુરતમાં 100 કરોડનું ઉઠામણું કરી છેતરપિંડી આચર્યાનો આક્ષેપ હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહ સામે લગાવવામાં આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ હાઇટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને કવિતા શાહ પર 100 કરોડના ઉઠામણાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઈ છે. આ તરફ હવે આરોપો લગાવનાર કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વિજય શાહ અને તેમની પત્નીએ બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધા બાદ વિજય શાહ પરિવાર સાથે અમેરિકા ભાગી ગયા છે. 

શું છે સમગ્ર મામલો ? 

સુરતની હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર સામે કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વિગતો મુજબ કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારે કહ્યું કે, અને તેમની પત્નીએ બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધા બાદ પરિવાર સાથે અમેરિકા ભાગી ગયા છે. આ સાથે કહ્યું કે, સામે એક કરતા વધુ FIR નોંધાયેલી છે. ગાંધીનગર CBIએ તપાસ પણ શરૂ કરી હોવાનો દાવો તેમણે કર્યો છે.

કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના

ડિરેક્ટર હિરેન ભાવસારે આરોપ મૂક્યો છે કે, હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહે અન્ય બિઝનેસમેન સાથે પણ છેતરપિંડી કરી છે. કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના બે કરોડ પણ વિજય શાહે ચૂકવ્યા નથી. તેમણે કહ્યું કે, અમારી કંપનીના બિહાર, પટણા સહિતના રાજ્યોમાં મોટા પ્રોજેક્ટ ચાલતા હતા,હાઈટેક કંપનીના નામથી બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી છે

વિજય શાહ સામે કાર્યવાહીની માંગ 

સુરતની હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહ સામે ગંભીર આરોપો બાદ કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડની માગ છે કે,સામે કાર્યવાહી કરાય.ડાઇંગ કંપનીમાં ડિરેક્ટર હતા તે સમયે લોન લઈ ડિફોલ્ટર જાહેર થયા અને હજુ સુધી બેંકે કોઈપણ કાર્યવાહી સામે કરી ન હોવાનો પણ આરોપ લગાવવામાં આવતા હડકંપ મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અમેરિકાથી આવ્યું ઓક્સિજન જાણો શુ છે ખબર…

Abhayam

દેશ વાસીઓએ ચુકવ્યો રેકોર્ડ બ્રેક GST

Vivek Radadiya

લોકપ્રિય યુટ્યુબર ખજુરભાઈ બન્યા ગુજરાતના સોનુ સૂદ..

Abhayam