Abhayam News
AbhayamNews

રાજકોટ:-મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, 14ની ધરપકડ…

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે દવાની કાળા બજારીના કિસ્સા અવાર નવાર સામે આવ્યા છે. કેટલા લેભાગુ તત્ત્વો લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને ખૂબ જ મોંઘા ભાવે તમને દવાનું વેચાણ કરતા હોય છે. કોરોનાની મહામારી વચ્ચે મ્યુકોરમાઇકોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર કાળા બજારી કરતા 14 આરોપીની ધરપકડ રાજકોટ SOG દ્વારા કરવામાં આવી છે.

પોલીસે મેહુલની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ હાથ ધરતા મયુકોરમાઇકોસિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ ચાલતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યુ હતું. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ કરીને મુખ્ય આરોપી સહિત કુલ 14 ઈસમની ધરપકડ કરી છે અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મુખ્ય આરોપી હાર્દિક પટેલ સુરતમાં રહેવાસી છે. પકડાયેલા અન્ય આરોપીઓ મેડિકલ ફીલ્ડ સાથે સંકડાયેલા છે અને તેના જ કારણે ઇન્જેક્શન તેમને સરળતાથી મળી રહેતા હતા.

રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે, રાજકોટમાં આવેલી સેલ્સ હોસ્પિટલ નજીક એક ઈસમ મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગમાં લેવાતું ઇન્જેક્શન 6500 રૂપિયામાં કાળા બજારમાં વેચી રહ્યો છે. તેથી આ ઈસમને રંગે હાથે પકડવા માટે પોલીસે એક ડમી ગ્રાહક ઊભો કર્યો હતો. ગ્રાહકે આ ઇસમ પાસેથી 345 રૂપિયાની કિંમતમાં મળતા ઇન્જેક્શનને 6500 રૂપિયામાં ખરીદ્યા હતા. ત્યારબાદ પોલીસે ડમી ગ્રાહકને ઇન્જેક્શન વેચાણ કરનાર મેહુલ કટેશીયા નામના ઇસમની ધરપકડ કરી હતી.

પોલીસના હાથે પકડાયેલા આરોપીમાં એક આરોપી શુભમ તિવારી પણ સામેલ છે અને તે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને તે અંકલેશ્વરની લાયકા લેબ લિમિટેડ કંપનીમાં સ્ટોર કીપર તરીકે નોકરી કરે છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી પોતાના સ્ટોરમાંથી કેટલાક સ્ટીકર અને પેકિંગ મટીરીયલની ચોરી કરી લેતો હતો. ત્યારબાદ તે વિશ્વાસ નામના એક આરોપી પાસેથી એમફોટેસિરિન બી નામના ઇન્જેકશનની સીલપેક બોટલો મેળવીને ઇન્જેક્શન પેકિંગ કરી દેતો હતો. ત્યારબાદ શુભમ અભિષેક નામના એક આરોપી સાથે મળીને આ ઇન્જેક્શન સુરતના હાર્દિક નામના વ્યક્તિને 4500 રૂપિયા આપતો હતો. હાર્દિક અંકલેશ્વરની જે.બી કેમિકલ કંપનીમાં નોકરી કરતો હતો.

સુરતથી લઈને સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં આ કૌભાંડનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. વિશ્વાસ પવાર નામનો વ્યક્તિ નાઇટ ડ્યુટી દરમિયાન ઇન્જેક્શન ભરેલી સીલ પેક બોટલની ચોરી કરતો હતો ત્યારબાદ તેમાં તમામ વસ્તુ શુભમને આપતો હતો. શુભમ બોટલમાં સ્ટીકર અને અન્ય પેકિંગ મટીરીયલ મેળવીને ઇન્જેક્શનની બોટલ રૂમ પાર્ટનર સાથે મળીને અલગ-અલગ લોકોને આપતો હતો. શુભમ અને અભિષેક સુરતના હાર્દિકને ઇન્જેક્શન આપતા હતા. હાર્દિક ઇન્જેક્શન અમદાવાદ, સુરત ઉપરાંત જેતપુરમાં હિરેન રામાણી નામના વ્યક્તિને આપતો હતો. હિરેન જેતપુરમાં ઇન્જેક્શન સાગરને આપતો હતો. સાગર રાજકોટની હોસ્પિટલમાં CCTV રીપેરીંગનું કામ કરતા રૂદયને ઇન્જેક્શન આપતો હતો.

રાજકોટ પોલીસ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં મેહુલ કટેશીયા, રાયસીંગ વંશ, અશોક કાકડિયા, નનકુંજ ઠાકર, વત્સલ બારડ, યશ ચાવડા, સાગર કિયાડા, ઉત્સવ નિમાવત, રૂદય જાગાણી, હિરેન રામાણી, હાર્દિક વડાલીયા, શુભમ તિવારી, નવશ્વાસ અને અભિષેક શાહનો સમાવેશ થાય છે.

પોલીસે આ સમગ્ર મામલે તમામ આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, હાર્દિક શુભમ સાથે ભાડે રૂમ રાખીને રહેતો હોવાના કારણે બંનેએ મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા ઈન્જેકશનનું કાળા બજારમાં વેચાણ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

પોલીસ જ તમને પરેશાન કરવા લાગે તો? જાણો ક્યાં કરી શકો છો ફરિયાદ

Vivek Radadiya

સુરતમાં ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ કોરાણે મૂકાયું, માસ્ક વગર કાર્યકરોના ટોળા દેખાયા…

Abhayam

વધુ બાળકો પેદા કરવા પર ભાર

Vivek Radadiya

66 comments

Comments are closed.