Abhayam News
AbhayamGujarat

 આ રાજ્યમાંથી હટી દારુબંધી

Prohibition lifted from this state

 આ રાજ્યમાંથી હટી દારુબંધી દારુબંધીને લઈને મોટો સમાચાર સામે આવી રહ્યા છે. આ રાજ્યામાંથી દારુ પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ત્યારે આ પ્રતિબંધ હટતા હવે મોટો સવાલ ઉભો થયો છે કે કેમ અચાનક દારુ પર લાગેલ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો અને સરકારે અચાનક કેમ આ નિર્ણય લેવો પડ્યો ચાલો જાણીએ

Prohibition lifted from this state

દારુબંધીને લઈને મોટા સમાચા રહ્યા છે. ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુર રાજ્યમાં દારૂ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ ત રાજ્યમાં લગભગ 30 વર્ષ બાદ આ બેન હટ્યુ છે. દારૂના વેચાણ અને પીવા પર પ્રતિબંધ હતો પરંતુ હવે મણિપુરમાં દારૂનું વેચાણ અને સેવન ગેરકાયદેસર રહેશે નહીં. હવેથી ગ્રેટર ઈમ્ફાલ, જિલ્લા મુખ્યાલય અને પ્રવાસન સ્થળોએ દારૂનું વેચાણ અને સેવન કરી શકાશે. ઉપરાંત, સરકારનો આ નિર્ણય તે હોટલોને લાગુ પડશે જે રજિસ્ટર્ડ છે અને જ્યાં ઓછામાં ઓછા 20 થી વધુ રૂમ છે.

 આ રાજ્યમાંથી હટી દારુબંધી

Prohibition lifted from this state

દારુબંધી પરથી હટાવ્યો પ્રતિબંધ

મણિપુરમાં 1991ના વર્ષ દરમિયાન દારૂ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. રાજ્યના રાજ્યપાલે હવે 1991નો તે આદેશ પાછો ખેંચી લીધો છે. આ બાબતની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું છે કે સરકારના તાજેતરના નિર્ણયને કારણે રાજ્યને વાર્ષિક ઓછામાં ઓછા 600 કરોડ રૂપિયાની કમાણી થશે. તે તમામ રાજ્યોમાં જ્યાં દારૂના વેચાણ અથવા પીવા પર પ્રતિબંધ છે, ત્યાં દારૂની આવકમાં ભારે નુકસાન થાય છે. બિહાર તેનું ઉદાહરણ છે. જોકે, મુખ્યમંત્રી નીતિશ કુમારનું કહેવું છે કે દારૂબંધીનો નિર્ણય સમાજના હિતમાં છે.

Prohibition lifted from this state

સોમવારે જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો

મળતી માહિતી મુજબ, મણિપુરમાં દારૂબંધી હટાવવાનો નિર્ણય સોમવારે જ લેવામાં આવ્યો હતો. તે દિવસે, મુખ્યમંત્રી એન બિરેન સિંહની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં દારૂના વેચાણ અને વપરાશ પરનો પ્રતિબંધ હટાવવા માટે સંમતિ આપવામાં આવી હતી. જો કે હવે આ અંગે રાજ્યપાલનો આદેશ પણ આવી ગયો છે. આ રીતે, આ રાજ્યમાં હવે દારૂનું સેવન કાયદેસર કરી દેવામાં આવ્યું છે. મણિપુરમાં મે મહિનાથી સતત તણાવની સ્થિતિ છે. અત્યારે પણ રાજ્યમાંથી સમયાંતરે હિંસાના અહેવાલો આવતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

દરેક પોલીસ મથકમાં એક જ મોબાઇલ નંબર રહેશે કાયમી

Vivek Radadiya

ઘોડેસવારીના શોખીન ‘બાપુ’ રવિન્દ્ર જાડેજાએ માણ્યો બળદગાડાની સવારીનો આનંદ

Vivek Radadiya

રવિંદ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી રચ્યો ઈતિહાસ

Vivek Radadiya