ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનો પીએમ મોદી પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદીર ખાતે મહત્વની બેઠકો કરશે. તેમજ સવારે 9.30 વાગ્યાથી દ્વિપક્ષીય બેઠકો યોજશે. પીએમ મોદી પાંચ ગ્લોબલ સીઈઓ સાથે બેઠક કરશે. જેમાં ગુજરાતમાં રોકણ બાબતે પીએમ મોદી ચર્ચા કરશે. તીમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેમજ મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ સાથે દ્વિરક્ષીય બેઠક કરશે.
ટ્રેડ શોમાં 20 દેશોના સ્ટોલ અને પ્રદર્શન
ભારતનાં સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો નો પીએમ મોદી પ્રારંભ કરાવશે. ટ્રેડ શો માં યુએસ. જાપાન ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિત તમામ દેશો ઉપસ્થિત રહેશે. ટ્રેડ શો માં આત્મ નિર્ભર ગુજરાત માટે વિશેષ પેવેલિયન. તેમજ ટ્રેડ શો માં સૌથી મોટી જગ્યા જાપાન જેટરોની છે. ટ્રેડ શોમાં 20 દેશોનાં સ્ટોલ અને પ્રદર્શન યોજાનાર છે.
ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનો પીએમ મોદી પ્રારંભ કરાવશે
PM મોદી અને UAEના રાષ્ટ્રપતિની હાજરીમાં વિશેષ MoU થશે
વડાપ્રધાન મોદી આજો 5 ગ્લોબલ કંપનીનાં સીઈઓ સાથે બેઠક કરશે. મહાત્મા મંદિર ખાતે સીઈઓ સાથે બેઠકનું આયોજન કરાયું છે. મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ સાથે પણ વડાપ્રધાન બેઠક કરશે. તેમજ બપોરે હેલિપેડ ગ્રાઉન્ડ પર ગ્લોબલ ટ્રેડ શો ની શરૂઆત કરાવશે. જ્યારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર UAE ના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન ઝયેદ અલ નહ્યાન અમદાવાદ આવશે. યુએઈ નાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી એરપોર્ટથી ગાંધીઆશ્મ સુધી રોડ શો કરશે. તેમજ ગાંધીનગરમાં હોટલ લીલામાં સાંજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએઈનાં રાષ્ટ્રપતિની હાજરીમાં વિશેષ એમઓયુ થશે. રાત્રે હોટલ લીલામાં યુએઈનાં રાષ્ટ્રપતિ સાથે ડિનર ડિપ્લોમસીનું આયોજન કરશે. પીએમ મોદી આવતીકાલે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે. તેમજ સમિટનાં ઉદ્ઘાટન બાદ દ્વિપક્ષીય બેઠકો અને સીઈઓ સાથે બેઠક કરશે. આવતીકાલે ગિફ્ટ સીટીમાં ગ્લોબલ ફિનટેક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે