કયાં હતા વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે સંસદમાં આજે જે પ્રકારે સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે, જે ખુબ જ ગંભીર છે. અમે માંગણી કરીએ છીએ કે ગૃહપ્રધાન અમિત શાહ બંને ગૃહમાં આવીને તેની પર જવાબ આપે.
દેશની સંસદમાં હાલમાં શિયાળુ સત્ર ચાલી રહ્યુ છે તેની વચ્ચે આજે સંસદની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક જોવા મળી છે. સંસદમાં એક તરફ સત્ર ચાલી રહ્યું હતું, તે સમયે બે અજાણ્યા વ્યક્તિ ગૃહમાં કુદ્યા અને સ્પ્રે કરવા લાગ્યા, જેવા આ વ્યક્તિઓ કુદ્યા વિપક્ષી સાંસદોએ હંગામો કરવાનો શરૂ કરી દીધો. ત્યારે ઘણા લોકો તે પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે સંસદમાં આ ઘટના બની તે સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ક્યાં હતા?
કયાં હતા વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ?
ત્યારે તમને જણાવી દઈએ કે તાજેત્તરમાં જ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીતી થઈ હતી અને ત્રણેય રાજ્યમાં નવા જ ચહેરાને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. ત્યારે આજે છત્તીસગઢમાં નવા બનાવેલા મુખ્યપ્રધાન વિષ્ણુ સાંઈનો શપથગ્રહણ કાર્યક્રમ છે. તેમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે છે. આ સાથે જ પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ શપથ ગ્રહણમાં સામેલ થવાના છે.
લોકસભા સ્પીકરે બોલાવી તાત્કાલિક બેઠક
સંસદની સુરક્ષામાં થયેલી ચૂક બાદ 4 વાગ્યે લોકસભા સ્પીકરે તમામ પાર્ટીની બેઠક બોલાવી છે. દિલ્હી પોલીસના સુત્રો મુજબ અમોલ અને નીલમ પાસેથી કલર સ્ટિક સિવાય અન્ય કોઈ આપત્તિજનક સામાન જપ્ત થયો નથી. જેનાથી કોઈને નુકસાન પહોંચાડી શકાય.
સુરક્ષામાં ચૂક ગંભીર મુદ્દો, ગૃહપ્રધાન આપે જવાબ: ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે સંસદમાં આજે જે પ્રકારે સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે, જે ખુબ જ ગંભીર છે. અમે માંગણી કરીએ છીએ કે ગૃહપ્રધાન અમિત શાહ બંને ગૃહમાં આવીને તેની પર જવાબ આપે. પ્રશ્ન એ છે કે આટલી સુરક્ષાની વચ્ચે કેવી રીતે બે લોકો અંદર આવીને Cannisterથી ગેસ છોડી શકે, આજે જ અમે 22 વર્ષ પહેલા થયેલા સંસદ પર હુમલાને યાદ કરીને સુરક્ષાકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમે આશા રાખીએ છીએ કે સરકાર તેને પુરી ગંભીરતાથી લેશે અને અમે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસની માંગ કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે