Abhayam News
Abhayam News

ઓટોમેશનની દુનિયામાં USની નવી સફળતા:હેલિકોપ્ટર પાયલોટ વિના ઉડ્યું…

ઓટોમેશન અને વોર ફેયરની દુનિયામાં અમેરિકાના સુપર મશીન Black Hawk હેલિકોપ્ટરે ઈતિહાસ રચ્યો છે. બ્લેક હોક હેલિકોપ્ટરે પ્રથમ વખત પાયલટ વિના સફળતાપૂર્વક ઉડાન ભરી છે. આ હેલિકોપ્ટરે 5 ફેબ્રુઆરીના રોજ લગભગ 4000 ફૂટની ઉંચાઈ પર 115થી 125 mphની ઝડપે ઉડાન ભરી અને વિજ્ઞાનની દુનિયામાં એક નવો અધ્યાય ઉમેર્યો છે.

આ પ્રયોગ ફ્લાઈટ માટે અમેરિકાના કેન્ટુકી શહેરમાં તૈયારી કરવામાં આવી હતી. કમ્પ્યુટર સિમુલેશન દ્વારા એક આભાસી શહેર તૈયાર કરવામાં આવ્યું હતું જ્યાં ઈમારતો હતી અને અન્ય અવરોધો પણ હતા. બ્લેક હોકે આ અવરોધોને ટાળીને સફળતાપૂર્વક તેની ઉડાન પૂર્ણ કરવાની હતી.

પાયલોટ વિનાનું બ્લેક હોક હેલિકોપ્ટરે ટેસ્ટમાં તમામ ધોરણો પૂર્ણ કર્યા હતા અને સફળ લેન્ડીંગ કર્યું હતું. સંરક્ષણ ક્ષેત્રે અમેરિકાની આ મોટી સફળતાને કારણે ચીન અને રશિયાની મુશ્કેલીમાં વધારો થવાનું નક્કી છે. તમને જણાવી દઈએ કે, આ Black Hawk હેલિકોપ્ટર યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા નિભાવે છે. આ હાઇ સ્પીડ હેલિકોપ્ટરને રડારથી ઈન્ટરસેપ્ટ કરવું ખૂબ જ મુશ્કેલ છે.

ઉડાન દરમિયાન હેલિકોપ્ટરે બનાવવામાં આવેલી ઈમેજનરી(કાલ્પનિક) ઈમારતોથી બચી નીકળવામાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી.

કમ્પ્યુટર દ્વારા સંચાલિત Black Hawk હેલિકોપ્ટરનું પરીક્ષણ અલિયાસ નામના એક અમેરિકી ડિફેન્સ રિસર્ચ કાર્યક્રમ હેઠળ કરવામાં આવ્યું હતું. ઇલિયાસના પ્રોગ્રામ મેનેજર સ્ટુઅર્ટ યંગે પોપ્યુલર સાયન્સને જણાવ્યું હતું કે આ સંશોધનને ત્રણ ધ્યેયો સાથે આગળ ધપાવવામાં આવ્યું હતું. પ્રથમ સુરક્ષા સાથે સંબંધિત હતું. બીજું, જો કોઈ અકસ્માત કે દુર્ઘટના જેવી પરિસ્થિતિ હોય તો તેની અસર ઓછી કરવી, તો ત્રીજું ધ્યેય ફ્લાઇટનો ખર્ચ ઘટાડવાનો છે.

હતું, જેથી તાલિબાન કોઈપણ કિંમતે તેનો ઉપયોગ કરી શકે નહીં. પરંતુ તાલિબાને કાબુલથી એમેરિકા સેનાની વાપસી બાદ તેનો તોડ કાઢી લીધો હતો.

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પાયલોટ વિનાના બ્લેક હોક હેલિકોપ્ટરની પ્રથમ ટેસ્ટ ઉડાન 5 ફેબ્રુઆરીએ લગભગ 4,000 ફૂટની ઊંચાઈએ કરવામાં આવી હતી. આ દરમિયાન હેલિકોપ્ટરે 115થી 125 માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી હતી. સોમવારે આ જ હેલિકોપ્ટરથી વધુ એક ઉડાન ભરવામાં આવી હતી.

અમેરીકા દ્વારા છોડવામાં આવેલા બે Black Hawk હેલિકોપ્ટરને તાલિબાને અફઘાન સેનાની એન્જિનિયરિંગ ટીમ દ્વારા સમારકામ કરાવીને ઉડાન યોગ્ય બનાવી દીધું હતું. અમેરિકાએ જે હેલિકોપ્ટરનો નાશ કર્યો હતો તેનું સમારકામ અફઘાન સેનાની એન્જિનિયરિંગ ટીમે કર્યું હતું. અફઘાન સેનાના પાયલોટ નકીબ હિમ્મતે ખુદ પોતાના ફેસબુક પેજ પર આ માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની ચુંટણી માં થયો હોબાળો…

Abhayam

સુરત :: ઘણા વિસ્તારમાં SMC, NGO અને કોર્પોરેટરના સહકારથી આઈસોલેશન સેન્ટરો શરૂ થયા….

Abhayam

સુરત માં પરવટ ગામ ખાડી નું પૂર રોકવા ખર્ચેલા 300 કરોડ રૂપિયા પાણીમાં.

Abhayam

Leave a Comment