Abhayam News
AbhayamNews

નરેશ પટેલનું આગામી મુખ્યમંત્રીને લઈને પાટીદાર સમાજની બેઠક પહેલા મોટું નિવેદન…

આજે ખોડલધામ – કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળવાની છે. ત્યારે નરેશ પટેલ ખોડલધામ પહોંચી ગયા છે. ત્યારે આ બેઠક પહેલા આગામી મુખ્યમંત્રીને લઈને મોટું નિવેદન આપ્યું હતું.

આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, સુરતના મથુરભાઇ સવાણી, લવજીભાઈ બાદશાહ, ઉમિયા ધામ મંદિરના જયરામ ભાઈ પટેલ, ઊંઝા મંદિરના દિલીપભાઈ નેતા, સોલા ઊમિયા ધામ કેમ્પસના વાસુદેવભાઈ પટેલ અને રમેશ દૂધવાળા, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના આર.પી પટેલ તેમજ સરદારધામના ગગજીભાઈ સુતરીયા ઉપસ્થિત રહેશે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. અને પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વર્લ્ડ કપમાં ભારતની હારને લઈને ભાવુક દ્રશ્યો

Vivek Radadiya

રાજકોટ ભાજપમાં ફરી આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે

Vivek Radadiya

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન

Vivek Radadiya