ભાવનગર શહેરના આદમજીનગર નારી ચોકડી પાસે અને વરતેજ તથા સીદસર ખાતે રહેતો પરિવાર મહારાષ્ટ્રના માલેગાવથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઈકો કારમાં ભાવનગર પરત ફરી રહ્યાં હતા. જેમાં વહેલી સવારે તારાપુર નજીક ઈન્દ્રણજ પાસે મોરબીથી ટાઈલ્સ ભરી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી ટ્રકે મારૂતિ ઈકો કાર સાથે અથડાવતા ગખ્વાર અકસ્માતમાં બે બાળા સહિત નવ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે…
જેમાં માર્યા ગયેલા તમામ હતભાગી લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે રૂપિયા 5 હજારની સહાનુભૂતિ રાશી મોકલવામાં આવેલી છે. જેની કુલ રકમ રૂ. 45 હાજર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે. ભાવનગરના રામકથાના શ્રોતા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે.
માર્યા ગયેલા તમામ હતભાગી લોકોના પરિવારજનોને મોરારીબાપુ દ્વારા સાંત્વના રૂપે રૂપિયા 5 હજારની સહાનુભૂતિ રાશી મોકલવામાં આવેલી છે. જેની કુલ રકમ રૂ.45 હાજર થાય છે. આ ઉપરાંત અકસ્માત થયા બાદ આખા પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિ જીવતો હતો.
મૃતકોમાં મુસ્તુફા ડેરૈયા, રાહીમભાઈ, સિરાજ અજમેરી, મુમતાઝ અજમેરી, રઈસ અજમેરી, અનિષા અલ્તાફ અજમેરી, મુસ્કાન અલ્તાફ અજમેરી, અલ્તાફ અજમેરી તથા ઈકો કાર ચાલક રાઘવ ઉર્ફે ઉકાભાઈ ગોહેલ સિદસર નો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર ખાતે કૌટુંબિક પ્રસંગ પૂરો કરી પરત ફરી રહેલા ઘાંચી પરિવારને આ ભયંકર અકસ્માત નડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…