Abhayam News
AbhayamGujaratNewsTechnology

OTP વગરજ ખાતામાંથી ઉપડી ગયા પૈસા

OTP વગરજ ખાતામાંથી ઉપડી ગયા પૈસા સાઈબર ફ્રોડ્સે દિલ્હીની એક મહિલા વકિલના એકાઉન્ટમાંથી 50 લાખ રૂપિયા ઉપાડી લીધા. તેના માટે ઓટીપીને કોઈ બીજી ડિટેલ પણ ન હતી પુછવામાં આવી. આ ફ્રોડ ફક્ત ત્રણ મિસ્ડ કોલથી જ કરવામાં આવ્યું.  

OTP વગરજ ખાતામાંથી ઉપડી ગયા પૈસા

કઈ રીતે કરી છેતરપિંડી? 
પોલીસ રિપોર્ટ અનુસાર પીડિત મહિલા દિલ્હીના એક કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને તેની ઉંમર 35 વર્ષ છે. મહિલા વકિલના મોબાઈલ પર ત્રણ મિસ્ડ કોલ આવે છે માટે મહિલા વકિલ પોતાના બીજા મોબાઈલથી કોલ કરે છે તો સામેથી જણાવવામાં આવે છે કે કૂરિયર ડિલિવરી વાળાનો નંબર છે. કુરિયર વાળા ફક્ત મહિલાનું એડ્રેસ પુછે છે અને તેના બાદ મહિલાના મોબાઈલ પર ટ્રાન્ઝેક્શનના ઘણા મેસેજ આવે છે. 

ફોનમાં મળી શંકાસ્પદ બ્રાઉજિંગ હિસ્ટ્રી

શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે મહિલા વકીલના ફોનના બ્રાઉઝરમાં ઘણી એવી વસ્તુઓ સર્ચ કરવામાં આવી છે જેના વિશે મહિલાને કોઈ જાણકારી નથી. તેના ઉપરાંત ફોન પર યુપીઆઈ સાથે જોડાયેલા ઘણા મેસેજ, ફિશિંગ લિંક પણ મળી છે. જેના વિશે મહિલાને કંઈ ખબર નથી. 

આ ફ્રોડના વિશે મહિલાની પાસે એક શખ્સનો કોલ આવ્યો હતો. જેણે પોતાને IFSO ઓફિસર જણાવ્યા હતા. શખ્સે મહિલા પાસે બેંક સ્ટેટમેન્ટની માંગ કરી હતી. જોકે મહિલાએ તેની કોઈ જાણકારી નથી આપી. હાલ આ મામલામાં કોઈની ધરપકડ નથી થઈ. 

શું છે સિમ સ્વેપિંગ? 

સિમ સ્વેપનો મતલબ સિમ કાર્ડને બદલવું એટલે કે તે નંબરથી બીજુ સીમ બનાવવું છે. સિમ સ્વેપિંગમાં તમારા મોબાઈલ નંબરથી એક નવા સિમનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. તેના બાદ તમારૂ સિમ કાર્ડ બંધ થઈ જાય છે અને તમારા મોબાઈલથી નેટવર્ક ગાયબ થઈ જાય છે. 

એવામાં ઠગની પાસે તમારા મોબાઈલ નંબરથી સિમ ચાલુ થઈ જાય છે અને તેનો ફાયદો ઉઠાવીને તે તમારા નંબર પર ઓટીપી મંગાવે છે અને પછી તમારા ખાતામાંથી પૈસા ઉડાવી લે છે. 

સિમ સ્વેપિંગ માટે અલગ અલગ પ્રકારના મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા પહેલા તો તમારા પર નજર રાખવામાં આવે છે અને તમારી જાણકારી ભેગી કરવામાં આવે છે. ઘણી વખત તમને કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે છે અને જાણકારી લઈ લેવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે….

Related posts

ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ મોકૂફ:-ભારતીય ટીમનો આ સ્ટાર ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ..

Abhayam

ગાંધીનગરના યુવાને વગાડ્યો ડંકો

Vivek Radadiya

વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલો છે ચિરાગ ભરવાડ

Vivek Radadiya