Abhayam News
AbhayamNews

ભગવાન જગન્નાથ નીકળશે નગરચર્યાએ….

 • ભગવાન જગન્નાથના રથ ખમાસા AMC ઓફિસ ખાતે પાંચ મિનિટ રોકાશે.
 • એકાદ કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે.
 • અમદાવાદના શાસકો ભગવાનના દર્શન કરી શહેરની રક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરશે.
 • રથયાત્રામાં માત્ર એક જ સ્થળે રથ પાંચ મિનિટ રોકવા માટેનું આયોજન.
 • કોર્પોરેશન ખાતે સ્વાગત માટે માત્ર મર્યાદિત લોકો હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે.
 • જૂનાગઢ ગીરનારના સંતો રથયાત્રામાં નહીં જોડાય.
 • રથ ખેંચવા કયા ખલાસી ભાગ લેશે તે નક્કી કરાશે.
 • પરંપરાગત રૂટ પર જ રથયાત્રા યોજાશે.
 • 11 વાગ્યાની આસપાસ રથ સરસપુર ખાતે પહોંચશે.
 • રથયાત્રામાં લોકોને મગ-જાબુંનો પ્રસાદ અપાશે.
 • ખલાસીઓના લીસ્ટ મંગાવવામાં આવ્યા
 • એક રથ સાથે માત્ર 40 ખલાસી હાજર રહેશે.
 • રથયાત્રાને લઈ પોલીસ પણ તૈયારી કરી રહી છે.

કોરોના મહામારીના કારણે ગત વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં યોજવામાં આવી હતી. જો કે આ વર્ષે કોરોનાના કેસોની સ્થિતિ ધ્યાનમાં રાખી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામા આવશે. જો કે રથયાત્રા કાઢવાની સંપૂર્ણપણે તૈયારીઓ મંદિર અને સરકાર કરી રહી છે. કોરોનાની સ્થિતિને જોઈ વધુ લોકોની ભીડ ન થાય તેના માટે મર્યાદિત લોકોની હાજરીમાં ઝડપથી રથયાત્રા ફરીને મંદિર પરત આવે તેવું આયોજન થઈ રહ્યું છે. સૂત્રો મુજબ રથયાત્રા નિજમંદિરેથી નીકળી અને ખમાસા ખાતે AMC ઓફિસ (કોર્પોરેશન) ખાતે 5 મિનિટ માટે રથ રોકવામાં આવશે.

.ખમાસા ખાતેની AMCની ઓફિસ ખાતે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિત ભાજપના શાસકો દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવશે. પોલીસ દ્વારા કોર્પોરેશન ખાતે રથના સ્વાગત માટે મર્યાદિત લોકોની જ હાજરી રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજવા મામલે સરકાર ગુરુવારે જાહેરાત કરી શકે છે. આ વર્ષે જૂનાગઢ ગીરનારના સંતો રથયાત્રામાં નહીં જોડાય. મંદિરના સંતો અને અમદાવાદના કેટલાક સંતો જ રથયાત્રામાં જોડાઈ શકે છે.

ખલાસી કૌશલભાઈએ જણાવ્યું હતું કે રથ ટ્રેકટર મારફતે ખેંચીને કોઈપણ રીતે ન લઈ જઈ શકાય. રથને હાથેથી ખેંચીને જ લઈ જઈ શકાય છે. ખલાસીઓની ઝડપથી રથ ખેંચવાની પુરી તૈયારી છે. જો રથ ભીડ અને લોકો વગર આગળ વધે તો 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે એવી તૈયારીઓ કરી છે.1200માંથી 120 ક્યાં ખલાસીઓ લેવા તે નક્કી કરવા માટે બે દિવસમાં સમાજન આગેવાનોની મીટીંગ મળશે જેમાં નક્કી કરીશું કે કેવા ખલાસીઓ રથ ખેંચવામાં ભાગ લેશે. શારીરિક રીતે તંદુરસ્ત હોય તથા વેકસીન લીધેલી હોય અને રથ ખેંચવામાં અનુભવ વધારે હોય તેવા લોકોને રથયાત્રામાં રથ ખેંચશે તે લિસ્ટમાં સામેલ કરવામાં આવશે.

આ વર્ષે 144મી રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં ખલાસીઓ રથ ખેંચીને ભગવાનને નગરચર્યાએ લઈ જશે. વહેલી સવારે મુખ્યમંત્રીના હસ્તે પહિંદવિધિ બાદ રથયાત્રાના પરંપરાગત રૂટ પર જ રથયાત્રા યોજાશે, પરંતુ રસ્તામાં રથને કોઈપણ જગ્યાએ ઊભી રાખવામાં નહીં આવે. ખલાસીઓ રથને સતત ખેંચી એકથી બે કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે. 10 જુલાઈના રોજ યોજાનારી ધ્વજારોહણ વિધિ અને નેત્રોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ધનતેરસથી ભાઈ બીજ સુધી દરરોજ મહેમાનોને ખવડાવો આ સ્વીટ

Vivek Radadiya

કાર્ગો પરિવહન માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય..

Abhayam

આ શહેરના ઝૂમાં આઠ સિંહ પોઝિટીવ:- કોરોના પ્રાણીઓમાં પણ ફેલાયો..

Abhayam