Abhayam News
AbhayamGujarat

Kheda Syrup Scandal Latest News : મૃત્યુઆંક 6એ પહોંચ્યો

Kheda Syrup Scandal Latest News : Death toll reaches 6

Kheda Syrup Scandal Latest News : મૃત્યુઆંક 6એ પહોંચ્યો ખેડા સીરપ કાંડમાં હવે તપાસ જેમ જેમ તેજ બની રહી છે તેમ તેમ નવી અપડેટ સામે આવી રહી છે. આ તરફ હવે મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે તો સિરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ તરફ નશીલા સિરપકાંડ મામલે 6 વ્યક્તિઓનાં મોત બાદ SITની રચના કરાઇ છે. આ બધાની વચ્ચે ખેડામાં વધુ એક વ્યક્તિને નશાકારક સિરપની અસર થઈ છે. જેને લઈ અસરગ્રસ્ત વ્યક્તિને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. આ તરફ રાજ્યભરમાં આવી સિરપનું વેચાણ કરતાં સામે પણ કાર્યવાહી તેજ બની છે. 

પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલોને નોટિસ 
ખેડા જિલ્લાના નડિયાદના બિલોદરામાં પાંચ વ્યકિતના નશાકારક સીરપ પીવાથી મોત થવા મામલે હવે જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યુ છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે, અત્યાર સુધીમાં બંને ગામમાં તપાસ કરવામાં આવી છે. જે મૃત્યુ પામ્યા છે તે પ્રકારના લક્ષણો વાળું કોઈ અન્ય વ્યક્તિ મળી આવ્યું નથી. આ સાથે ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લઇ જવાયા હતા ત્યા પીએમ થયેલ નથી. જેને લઈ પોસ્ટમોર્ટમ ન કરવા બદલ બંને હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. 

સીરપ કાંડમાં મોતનો આકડો વધ્યો 
ખેડા નશાકારક સીરપ કાંડમાં મોતનો આકડો વધ્યો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી 5 લોકોના મોત બાદ હવે વધુ એક વ્યક્તિનું મોત થયાની પોલીસે પુષ્ટિ કરી છે. સિરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ તરફ હવે ખેડા જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી છે. આયુર્વેદિક સિરપના સેવનથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ટાટાના IPOની ધમાકેદાર એન્ટ્રી

Vivek Radadiya

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીનુ નેટવર્થ જાણીને રહી જશો હેરાન

Vivek Radadiya

વિશ્વ યોગ દિવસની NYKS અને CYRF યુથ કલબ દ્વારા અનોખી ઉજવણી…

Abhayam