Abhayam News
AbhayamGujarat

જૂનાગઢના કેરીના રસિકો માટે મહત્વના સમાચાર

Important news for mango lovers of Junagadh

જૂનાગઢના કેરીના રસિકો માટે મહત્વના સમાચાર પોરબંદરમાં કેસર કેરીની હરાજી થઇ હતી. ત્યારે હવે જૂનાગઢ જિલ્લાનાં માલણકા ગામમાં આંબાના બગીચામાં કેસર કેરી આવ્યાનાં સમાચાર સામે આવ્યાં છે. 15 જેટલા આંબાનાં ઝાડમાં કેરી આવી છે. ભરશિયાળે કેરી આવતા લોકો નવાઇ પમ્યાં છે.

Important news for mango lovers of Junagadh

હવે જૂનાગઢમાં કેસર કેરી આવી

વાતાવરણના ફેરફારની અસર હવે દિન પ્રતિદિન અનેક વસ્તુઓમાં જોવા મળી રહી છે જેમાંથી ગીરની કેસર કેરી પણ બાકાત રહી નથી. વાતાવરણમાં દિન પ્રતિદિન સર્જાયેલા ફેરફારોને લીધે કેસર કેરી એટલે કે આંબાને પણ અનેક નુકસાની પહોંચી છે. આંબો રીતસર ગોટે ચડ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. સામાન્ય રીતે કેસર કેરી આંબા પર આવવાની શરૂઆત ઉનાળામાં નથી હોય છે. હજુ શિયાળાની શરૂઆત થઈ છે ત્યાં જૂનાગઢના માલણકા ગામમાં બીપીનભાઈ જાદવની બાગમાં કેસર કેરી જોવા મળી છે.

Important news for mango lovers of Junagadh

માલણકા ગામમાં 1000 આંબાનાં ઝાડનો બગીચો

હાલ શિયાળાની શરૂઆતમાં જ કેસર કેરી જોવા મળતા લોકોમાં પણ રોમાંચ થઇ ગયા છે. આ ખેડૂતને હાલ માલણકા ગામમાં કેરીની બાગ આવેલી છે. આ બગીચામાં 1000 આંબાના ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે ઉનાળાના સમયમાં તેમને કેરીનો ખુબ સારો ઉતારો જોવા મળ્યો હતો.

શ્રાવણ માસમાં મોર આવ્યો હતો

ચાલુ વર્ષ શ્રાવણ માસમાં આંબામાં મોર આવ્યો હતો.અત્યારે 15 જેટલા આંબામાં કેરી આવી છે. આ બગીચામાં આંબામાં મોર આવવાની શરૂઆત 100 થી વધુ ઝાડ પર જોવા મળી હતી. પરંતુ વરસાદ અને વાતાવરણની લીધે આવેલો પાક ખરી પડ્યો હતો. હાલમાં બીપીનભાઈ જાદવના બગીચામાં 15 થી વધુ આંબામાં કેરીનો પાક જોવા મળી રહ્યો છે. હાલ થોડા સમયમાં કેરી પાકી જશે

Important news for mango lovers of Junagadh

વાતાવરણની અનિયમિતતાથી આવું થયું

આંબામાં કેરી આવવાનું કારણે વાતાવરણની અનિયમિતતા છે. આ કોઇ કાયમી પરિસ્થિતિ નથી. બારે માસ કેરી ખાઇ શકાય તેવું નથી. વાતાવરણની અનિયમિતતાની અસર છે. આ કેરી ગુણવત્તા યુક્ત હોતી નથી. ઉનાળામાં થતી કેરી ખાવા યોગ્ય હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

નાઇટ કર્ફ્યૂ અને લગ્ન પ્રસંગમાં લોકોની મર્યાદા અંગે લેવાયા આ નિર્ણયો…

Abhayam

આ જગ્યાએ આ સુધી લશ્કરી ભરતી રેલીનું આયોજન:-લશ્કરમાં જોડાવાની તક..

Abhayam

દેશના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, મોદી સરકારે MSPમાં કર્યો આટલો વધારો..

Abhayam