Abhayam News
AbhayamNews

કેજરીવાલે કરી આ જાહેરાત:-પંજાબમાં AAP જીતશે તો મફતમાં શું આપશે..

પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પુરુ જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જો પંજાબ વિધાનસભાની ચૂંટણી આપ જીતશે તો દરેક પરિવારને 300 યૂનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. સાથે જ તેમણે 24 કલાક વીજળી આપવાનો અને જૂના વીજ બીલ માફ કરવાનો પણ વાયદો કરી દીધો.

પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે, એવાં રાજયમાં રાજકારણ ધીમે ધીમે તેજ થઇ રહ્યું છે. પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટી અને શિરોમણિ અકાલી દળ પડકાર ફેંકી રહ્યા છે…

આદમી પાર્ટીએ  દિલ્હીમાં બે ટર્મથી ચૂંટણી જીતી અને દિલ્હીની સત્તા મેળવેલી છે અને બીજા રાજયોમાં પણ હવે આદમી પાર્ટી પોતાનું ફોકસ વધારી રહી છે. જે રાજયોમાં વિધાનસભાની ચૂટંણી આવી રહી છે અને જયાં આપની હાજરી છે એવા રાજયોમાં તૈયારીઓ કરવા માંડી છે. પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે અરવિંદ કેજરીવાલે પંજાબ લોકોને વચનની લહાણી કરી હતી કે જો આપ પંજાબમાં જીતશે તો દરેક પરિવારને 300 યૂનિટ વીજળી મફત આપવામાં આવશે

પંજાબની મુલાકાત પહેલાં અરવિંદ કેજરીવાલે પંજાબીમાં ટવિટ કરીને કહ્યું હતું કે પંજાબ બદલાવ ચાહતા હૈ, કેવલ આમ આદમી પાર્ટી હી ઉમ્મીદ હૈ. મંગળવારે પંજાબની મુલાકાતે જતા પહેલાં કેજરીવાલે ટવિટ કરીને પોતાની મુલાકાતનો રાજકીય સંકેત આપી દીધો હતો. તેમણે ટવિટ કરીને લખ્યું હતુ કે પંજાબ એક નવી સવાર માટે તૈયાર થઇ રહ્યું છે, અને હું પંજાબ પહોંચવા માટે. થોડા કલાકો પછી મળીએ છીએ.

એવી જ રીતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતની 182 વિધાનસભા સીટ પર આપ પાર્ટીના ઉમેદવારને ઉભા રાખવાની જાહેરાત પણ કરી દીધી છે અને સુરતના અગ્રણી સામાજીક કાર્યકર મહેશ સવાણીને આપ પાર્ટીમાં જોડી દીધા છે..

અકાલી દળનું ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન તુટી ચૂક્યું છે અને આ વખતે અકાલી દળ બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરવાની છે. આમ આદમી પાર્ટીને પણ પંજાબમાં એક તાકાતવર પાર્ટી તરીકે માનવામાં આવે છે. અરવિંદ કેજરીવાલનું પુરુ ધ્યાન અત્યારે પંજાબમાં આપનું વજન વધારવા પર રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ચાલો જઈએ…સુરત ની સેવા ટિમ વતનની વ્હારે

Abhayam

જાણો કેટલી AQI કેટલી સિગારેટની બરાબર છે

Vivek Radadiya

નાના ઘંઘા વ્યવસાય યોજના (ટર્મ લોન)

Archita Kakadiya