Abhayam News
AbhayamNews

સુરત: યુવકને ઢોર માર મારવાના કેસમાં 3 પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા આદેશ..

શહેરના 3 પોલીસકર્મીઓ (Surat police) સામે હત્યાના પ્રયાસનો (try to murder) ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે.

ઉમરા પોલીસ મથકના ત્રણ જવાનો સામે ફરિયાદ નોંધાશે. છ મહિના પહેલા રાત્રિ લોકડાઉન દરમિયાન યુવક પર કફર્યુ ભંગનો આરોપ લગાવી પોલીસ વાનમાં બેસાડી દીધો હતો. જે બાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.

જે બાદ યુવક કોમામાં પહોંચી ગયો હતો. જેમાં ઉમરા પોલીસના કેટલાંક પોલીસકર્મીઓ સામે કોર્ટે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો.

યુવાનનો પરિવાર કોર્ટમાં ગયો હતો…..

નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, ફરિયાદી અંસારી કામીલનો પુત્ર સમીર 22 જુન, 2021એ મિત્ર ઇમરાન શેખ, સાદ ખાન, આતિફ શેખ અને અંસારી અખ્તર સાથે વીઆઇપી રોડ પર કાફેમાંથી પોણા નવ વાગ્યે બહાર નીકળ્યો હતો.

ત્યારે ઉમરા પોલીસના નિતેશ, ધનસુખ તથા અન્ય એક પોલીસ કર્મીએ તમામને રોક્યા હતા. પોલીસે કહ્યું હતુ કે, કર્ફ્યુનો સમય શરૂ થાય છે, માસ્ક કેમ પહેર્યા નથી? ત્યારે સમીરે કહ્યુ હતુ કે, હજી 9 વાગ્યા છે, કર્ફ્યુ તો 10 વાગે શરૂ થાય છે. જેના કારણે પોલીસકર્મીઓ ઉશ્કેરાયા હતા.

છ મહિના પહેલા આ ઘટના ઘટી હતી. રાત્રિ લોકડાઉન દરમિયાન શહેરના વેસુ વીઆઇપી રોડ પર એક કાફેમાંથી બહાર આવતી વખતે એક યુવક પર કફર્યુ ભંગનો આરોપ લગાવી તેને પોલીસ વાનમાં બેસાડી દીધો હતો.

જે બાદ તેને માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ તરત જ પોલીસકર્મી સામે પગલાં ભરવા માટે પોલીસ કમિશન અજય તોમરને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ગુનો નહીં નોંધાતા યુવાનના પરિવારે કોર્ટમાં ગયા હતા.

ઉશ્કેરાયેલા પોલીસ કર્મીઓએ કહ્યુ હતુ કે, અમને સમય બતાવે છે, ચાલ આજે તને બતાવું પોલીસનો પાવર. જે બાદ તેઓ સમીરને પોલીસ વાનમાં લઇ ગયા હતા.

ત્યાં પણ પોલીસ સમીરને મારતા હતા. જે બાદ સમીરના ફોનથી નિતેષ નામના પોલીસવાળાએ સમીરના મિત્રને ફોન કરી કહ્યું કે, સમીર ચાલુ ગાડીમાંથી કુદી પડયો છે.

અમે તેને સિવિલ હોસ્પિટલ લઇ જઇએ છીએ.મગજમાં ઇજાના લીધે કોમામાં જતો રહ્યો છે. આ કેસમાં પોલીસકર્મીઓ સામે ગુનો ન નોંધાતા એડવોકેટ અજય વેલાવાલા મારફત કોર્ટ ફરિયાદ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અમેરિકામાં ફરી એકવાર ગુજરાતીની હત્યાની ઘટના 

Vivek Radadiya

માત્ર આધાર કાર્ડ દ્વારા જાણો તમારું બેંક બેલેન્સ

Vivek Radadiya

શિક્ષણમંત્રીની જાહેરાત:-આ તારીખથી ગુજરાતમાં ધોરણ 1થી 9ની શાળાઓ ઓફલાઈન શરૂ થશે..

Abhayam