Abhayam News
AbhayamBusinessGujaratNews

મુંબઈમાં આજે ખુલ્યો Jio World Plaza

મુંબઈમાં આજે ખુલ્યો Jio World Plaza રિલાયન્સ રિટેલે મંગળવારે મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. જિયો વર્લ્ડ પ્લાઝા 1 નવેમ્બર 2023ના રોજ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સામાન્ય લોકો માટે ખુલશે. ટોપ એન્ડ રિટેલ ફેશન અને મનોરંજનનો અનુભવ અહીં આપવામાં આવશે. આ પ્લાઝા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અને જિયો વર્લ્ડ ગાર્ડન સાથે જોડાયેલ છે.મુંબઈમાં આજે ખુલ્યો Jio World Plaza

મુંબઈમાં આજે ખુલ્યો Jio World Plaza

7.50 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ચાર સ્તરોમાં ફેલાયેલા આ રિટેલ સ્ટોરમાં 66 લક્ઝરી બ્રાન્ડ હશે. ભારતીય બજારમાં પ્રવેશેલી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડમાં બાલેનિયાગા, જ્યોર્જિયો અરમાની કાફે, પોટરી બાર્ન કિડ્સ, સેમસંગ એક્સપિરિયન્સ સેન્ટર, EL&N કાફે અને રિમોવાનો સમાવેશ થાય છે.

Jio વર્લ્ડ પ્લાઝા બનશે વિશ્વનો શ્રેષ્ઠ મોલ – નીતા અંબાણી

રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી કહે છે, “Jio World Plaza ન માત્ર ભારતનો શ્રેષ્ઠ મોલ બનવા જઈ રહ્યો પરંતુ મને આશા છે કે તે વિશ્વનો શ્રેષ્ઠ મોલ બની જશે. “ચોક્કસપણે અમે ખરેખર તેની રાહ જોઈ રહ્યા છીએ.” નીતા અંબાણીએ કહ્યું કે આજનો દિવસ તમામ ભારતીય ડિઝાઇનરો માટે અને આપણી કલા અને કારીગરો માટે પણ સન્માન છે.

લોન્ચ વિશે વાત કરતી વખતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “Jio વર્લ્ડ પ્લાઝાનો ઉદ્દેશ્ય વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડને ભારતમાં લાવવાની સાથે સાથે ટોચની ભારતીય બ્રાન્ડના કૌશલ્ય અને કારીગરીને પ્રકાશિત કરવાનો છે. તમને અહીં એક અનોખો રિટેલ અનુભવ મળશે. ઉત્તમ ગ્રાહક અનુભવ, શ્રેષ્ઠતા અને નવીનતા માટેનો અમારો જુસ્સો અમને દરેક વ્યવસાયમાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.”

આ બ્રાન્ડ Jio પ્લાઝામાં હશે

પ્લાઝામાં વેલેન્ટિનો, ટોરી બર્ચ, વાયએસએલ, વર્સાચે, ટિફની, લાડુરી અને પોટરી બાર્નના પ્રથમ મુંબઈ સ્ટોર્સ હશે. જ્યારે મોટી બ્રાન્ડમાં Bulgari, Louis Vuitton, Gucci, Cartier, Giorgio Armani, Dior, YSL અને અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડનો સમાવેશ થાય છે. JWP પાસે મનીષ મલ્હોત્રા, અબુ જાની-સંદીપ ખોસલા, રાહુલ મિશ્રા, ફાલ્ગુની અને શેન પીકોક અને રિતુ કુમારના રે જેવા પ્રખ્યાત ડિઝાઇનરો માટે પણ આઉટલેટ હશે.

Jio વર્લ્ડ પ્લાઝાની મોટી બ્રાન્ડમાં ઘડિયાળ બ્રાન્ડ IWC Schaffhausen અને લક્ઝરી લગેજ બનનારૂ મેકર રિમોવા હશે. તેઓ ભારતમાં તેનું પ્રથમ આઉટલેટ ખોલશે. અંદાજે 7500 ચોરસ ફૂટમાં, Louis Vuittonનો સ્ટોર ભારતમાં તેના ચાર આઉટલેટમાં સૌથી મોટો હશે. તેનો વિસ્તાર ઘણો મોટો છે. આ સ્ટોર દેશમાં કાર્ટિયર માટે બીજો અને ડાયર માટે ત્રીજો હશે.

પ્લાઝાની ડિઝાઇન કેવી છે?

જિયો વર્લ્ડ પ્લાઝાની ડિઝાઈન પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય આર્કિટેક્ચર અને ડિઝાઈન ફર્મ TVS અને રિલાયન્સ ટીમ વચ્ચેના સહયોગ દ્વારા કરવામાં આવી છે. આ મૉલ એકદમ ભવ્ય છે, જેમાં આરસના માળ, ઉંચી ગુંબજવાળી છત અને અદભૂત લાઇટિંગ છે. આ મોલમાં શોપિંગથી માંડીને મલ્ટિપ્લેક્સ થિયેટર અને મહાન રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. પ્લાઝાને રિટેલ, સુવિધા અને ફૂડ કોર્ટના વિશિષ્ટ હબ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. પ્લાઝાની રચના કમળના ફૂલ જેવી છે. અહીં ગ્રાહકોને પર્સનલ શોપિંગ આસિસ્ટન્સ, ટેક્સી ઓન કોલ, વ્હીલ ચેર સર્વિસ, હેન્ડ ફ્રી શોપિંગ, બટલર સર્વિસ અને બેબી સ્ટ્રોલર જેવી સુવિધાઓ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

વિરાટનો બર્થડે અને ભારતની મેચ

Vivek Radadiya

ટાટા ગ્રૂપ ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેક્ટરી બનાવશે

Vivek Radadiya

સુરતમાં ફરી વેક્સિનેશન શરૂ થતાં લાઈનો લાગી…………

Abhayam