Abhayam News
Abhayam

શું સ્ટાર સિમ્બોલવાળી 500 રૂપિયાની નોટ નકલી છે?

Is Rs 500 note with star symbol fake?

શું સ્ટાર સિમ્બોલવાળી 500 રૂપિયાની નોટ નકલી છે? સોશિયલ મીડિયા પર એક વાત સૌ કોઈને પરેશાન કરી રહી છે. અને જેનાથી નાના વર્ગથી લઈને સૌ કોઈ ડરી રહ્યા છે અને આ 500 રુપિયાનો નોટ લેવાનું સ્વીકારતા નથી. કારણ કે સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાય છે કે, આ સ્ટાર વાળી નોટ નકલી છે. તો જાણો શું છે આ સમગ્ર મામલો.

Is Rs 500 note with star symbol fake?

ભારતીય ચલણમાં સ્ટાર સિમ્બોલ ધરાવતી 500 રૂપિયાની નોટની માન્યતા હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર આવી નોટો નકલી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વાયરલ થયેલા દાવાઓને લઈને લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પરંતુ હકીકતમાં આ દાવો ખોટો સાબિત થયો હતો. તેથી જો તમારી પાસે આ પ્રકારની નોટ હોય તો ગભરાવાની જરૂર નથી.

ફેક્ટ ચેકિંગ યૂનિટ પ્રેસ સૂચના બ્યુરોએ સાચું કારણ જણાવ્યું છે. પીઆઈબીએ વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. તેનું કહેવું છે કે, આવી નોટો ગણાવનારા ખોટા છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ડિસેમ્બર 2016થી ચણલણમાં આવનારી 500 રુપિયાની બેક નોટો પર એક સ્ટારનું ચિન્હ છે.

શું સ્ટાર સિમ્બોલવાળી 500 રૂપિયાની નોટ નકલી છે?

Is Rs 500 note with star symbol fake?

સ્ટાર ચિન્હવાળી નોટ જાહેર કરવા પાછળનું કારણ

સ્ટાર ચિન્હવાળી નોટોમાં સિરીઝ નંબર વચ્ચે 3 અક્ષરો બાદ સ્ટારનું નિશાન બનેલું હોય છે. સ્ટાર ચિન્હવાળી નોટ જાહેર કરવા પાછળનું કારણ આરબીઆઈનું એક હેતું છે. આ ચલણી નોટો તે ચલણી નોટોના બદલામાં જાહેર કરવામાં આવે છે જે પ્રિન્ટિંગ દરમિયાન બગડે છે અથવા તેમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે.જે પ્રિન્ટીંગ વખતે જ જાણી શકાય છે. આ નોટોની કિંમત અન્ય નોટો જેટલી છે, બેંક તેને કોઈપણ વેરિફિકેશન વગર સ્વીકારશે.

શું આ નોટ નકલી છે

Is Rs 500 note with star symbol fake?

‘PIB ફેક્ટ ચેક’એ ફેક મેસેજ શેર કર્યો અને કહ્યું- શું તમારી પાસે પણ સ્ટાર સિમ્બોલ (*) વાળી નોટ છે? શું આ નકલી છે? ગભરાશો નહીં!! આવી નોટો નકલી હોવાના મેસજ ખોટા છે. આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા ડિસેમ્બર 2016થી નવી રૂ. 500ની બેંક નોટોમાં સ્ટાર સિમ્બોલ (*) ચલણમાં મુકવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, PIB ફેક્ટ ચેક એ ‘પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો’નું ફેક્ટ ચેકિંગ યુનિટ છે.

અંતે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સ્ટાર ચિહ્ન વાળી નોટ નકલી નથી. તમે પણ આવી ખોટી અફવાઓમાં આવતા નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ST નિગમના ફિક્સ વેતનધારકો આનંદો

Vivek Radadiya

સુરત હિબકે ચઢ્યું : ભારે હૃદયે દીકરી ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી…

Abhayam

જાણો:- નરેશે પટેલે ખોડલધામની બેઠક બાદ શું કહ્યું..?

Abhayam