આઈપીએલ-2022નું આયોજન ભારતમાં જ થશે. જોકે કોરોના વાયરસના કારણે મેદાનમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં.
દર્શકો વગર મેચનું આયોજન કરવામાં આવશે. કોરોનાના કારણે આઈપીએલ-2020નું આયોજન યૂએઈમાં કરવામાં આવ્યું હતું. આ સિવાય ગત વર્ષે પ્રથમ તબક્કા ભારતમાં યોજાઇ હતી પછી લીગને યૂએઈમાં (Mumbai)લઇ જવામાં આવી હતી.
આ વખતે આઈપીએલ મેગા હરાજી માટે 1200થી વધારે ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડી છે. હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે.

સમાચાર એજન્સી એએનઆઈને બીસીસીઆઈના સૂત્રોએ આઈપીએલનું આયોજન ભારતમાં જ કરાવવાની પૃષ્ટી કરી છે.
આ વખતે આઈપીએલનું આયોજન ફક્ત મુંબઈમાં થશે. મુંબઈના વાનખેડે, ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં મેચ રમાશે. જો જરુર પડી તો પૂણેમાં મેચો રમાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…