Abhayam News
AbhayamNews

CM ભૂપેન્દ્ર પટેલે પ્રતિબંધોને લઈને કોર કમિટિની બેઠકમાં આ નિર્ણયો લીધા….

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કર્ફ્યૂ વધુ 17 નગરોમાં અમલ કરવાનો નિર્ણય લીધો છે.

હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે

મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

રાત્રિ કર્ફ્યૂની હાલની જે સમયાવધિ તા.22-1-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.

તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ 22 મી જાન્યુઆરીથી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કર્ફ્યૂનો અમલ તા.29 જાન્યુઆરી સુધી કરવામાં આવશે..

રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધતા હોવાના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને તેમના બંગલા પર કોરકમિટીની એક બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યના 8 મહાનગરોમાં કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજ્યના 19 નગરોમાં પણ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. રાત્રે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. લગ્નમાં 150 લોકોની મર્યાદાને યથાવત રાખવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે.

જ્યાં પણ રાત્રી કર્ફ્યૂ અમલમાં મૂકવામાં આવ્યા છે તે તમામ જગ્યા પર રાત્રે 10 વાગ્યા સુધી દુકાનોને ચાલુ રાખી શકાશે. હોટેલ અને રેસ્ટોરાં 75% કેપેસીટી સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

અંતિમક્રિયાની વિધિમાં 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો AC અને નોન AC તે કેપેસીટીના 75% ક્ષમતા સાથે ચાલુ રાખવામાં આવી છે. સિનેમા હોલ, જીમ, ઓડીટોરીયમ, વાંચનાલય અને વોટરપાર્કને 50% ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.

રાજ્ય સરકાર દ્વારા જૂની ગાઈડલાઈન અનુસાર મોટા ભાગના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. માત્ર કર્ફ્યૂને નિર્ણય લેવામાં આવ્યો છે. 8 મહાનગરો અને 19 નગરોમાં રાત્રો કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે ત્યાં રાત્રે 10 વાગ્યા બાદ કામ વગર લોકો ઘરની બહાર નીકળી શકશે નહીં.

આવશ્યક કારણોસર જ લોકોને બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ કર્ફ્યૂના સમયમાં કામ વગર ઘરની બહાર નીકળશે તો પોલીસ દ્વારા આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અમે પુરાવા રજૂ કરવા તૈયાર: યોગ ગુરુ બાબા રામદેવ

Vivek Radadiya

સુરતમાં 194 વર્ષ જૂની “પાઘડી”ના દર્શન માટે લાગે છે લાંબી લાઈન

Vivek Radadiya

અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના 450 કિલોના નગારાનો ગુંજશે નાદ

Vivek Radadiya

10 comments

Comments are closed.