Abhayam News
AbhayamSocial Activity

કોરોનાની ત્રીજી વેવમાં મોટા વરાછા કોમ્યુનીટી હોલ ખાતે SMC પ્રેરીત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના સહયોગથી સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ કેર આઇસોલેશન સેન્ટર (CCIC) શરૂ કરાયું.

કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે શહેરમાં કોરોના કેસની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.

ત્યારે સુરતનાં મોટા વરાછા સુદામા ચોક કોમ્યુનીટી હોલ ખાતે કોવીડ-19 ઓમીક્રોન ની પુર્વ તૈયારી ના ભાગ રુપે સુરત મહાનગર પાલિકા પ્રેરીત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં સહયોગથી સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ કેર આઇસોલેશન સેન્ટર (CCIC) શરૂ કરવામાં આવ્યું.

આ પ્રસંગે સુરતનાં પ્રથમ નાગરીક મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા, ડે.મેયર શ્રી દીનેશભાઇ જોધાણી , રીટાયર્ડ કલેકટર અને હાલ OSD SMC આર.જે.માકડીયા સાહેબ , શ્રી સૌરાષ્ટ પટેલ સેવા સમાજનાં પ્રમુખશ્રી કાનજીભાઇ ભાલાળા, મોટા વરાછા – ઉત્રાણ વિસ્તારની શાળાનાં ટ્રસ્ટીશ્રીઓ અને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ની હાજરીમાં કોવીડ કેર આઇસોલેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો

આ આઈસોલેશન સેન્ટરમાં હાલ 25 બેડ ઉપસ્થિત છે સાથે જરૂર પડે તો બીજા 30 જેટલા બેડ ની તૈયારી પણ છે.

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટનાં યુવાનો દ્વારા શ્રી સૌરાષ્ટ પટેલ સેવા સમાજ ના સહયોગથી અગાઉ બીજી વેવ મા પણ કોરોના સમય દરમ્યાન આ કોમ્યુનીટી હોલ ખાતે 45 દીવસ સુધી સતત ખડેપગે રહી 382 જેટલા દર્દીઓની નિશુલ્ક સારવાર કરવામા આવી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ 7 જાન્યુઆરીએ સભા ગજવશે

Vivek Radadiya

જૂનાગઢમાંથી ઝડપાયો નકલી ધારાસભ્ય !

Vivek Radadiya

સુરત:-ઉમરા પોલીસની અનોખી પહેલ..તમે પણ કહેશો વાહ ..

Abhayam