Abhayam News
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલ એ રાજ્યના CM માટે કહ્યું કે…

હાર્દિક પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં હાલમાં જાતિ આધારિત રાજકારણ ચરમસીમા પર છે. જે અન્ય સમાજને ભેગો કરીને વિરોધમાં જઈ રહેલા સમાજ સામે ઊભો કરી દે છે. ભાજપે કોઈ ક્ષેત્રમાં પટેલ સામે અન્ય જ્ઞાતિને ઊભી કરી દીધી છે. આવું કરીને ભાજપે ચૂંટણીમાં સફળતા મેળવી છે. જે દુર્ભાગ્યપૂર્ણ છે. ગુજરાતમાં ભાજપ સરકારના એક મોટા મંત્રી પોતાના વિભાગની તમામ પ્રકારની પોસ્ટ પર એમની જ જ્ઞાતિના લોકોને સ્થાન આપી રહ્યા છે. ચૂંટણીના સમયમાં હવે યોગ્યતાનો આધાર નહીં પણ જ્ઞાતિ આધારિત થઈ રહ્યો છે

રાજ્યમાં ચાલી રહેલી સતત અને સખત રાજકીય સખળડખળ વચ્ચે હાર્દિક પટેલે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. હાર્દિક પટેલે પોતાની એક મુલાકાતમાં કહ્યું હતું કે, રાજનીતિમાં જાતિવાદ એ ગુજરાત સહિત દરેક રાજ્યની હકીકત છે. પણ એના વર્ચસ્વથી વ્યક્તિની યોગ્યતાનો કોઈ અર્થ ન હોય તો એ પ્રજા અને લોકતંત્ર માટે સારો સંકેત નથી.

. ઘણા લોકો એવું પણ કહે છે કે, મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હોવો જોઈએ. હું એવું માનું છું કે, બંધારણમાં એવું ક્યાંય લખ્યું નથી કે મુખ્યમંત્રી કોઈ જ્ઞાતિ આધારિત હોય. જે વ્યક્તિ તમામને સાથે લઈને ચાલી શકે, જેના મનમાં સમાજ અથવા જ્ઞાતિ પ્રત્યે કોઈ ભેદભાવ ન હોય એવો વ્યક્તિ જ કોઈ મોટા પદ પર હોવો જોઈએ.

દુર્ભાગ્યનો વિષય છે કે, કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં માત્રને માત્ર જ્ઞાતિ આધારિત સમીકરણ જોડવાનો પ્રયત્ન છે. જે રાજ્યમાં આવનારા દિવસોમાં ચૂંટણી થવાની છે ત્યાં મુખ્ય જાતિઓના નેતાઓને મંત્રી બનાવવાની મોટી ચર્ચા છે. જ્યાં ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યાં કામ પતી ગયું. હવે ત્યાં એ જ્ઞાતિઓના નેતાઓને હટાવી લેવામાં આવશે. આવી રીતે વ્યક્તિ કેન્દ્રીત સરકારમાં કોઈ મંત્રી કે વિભાગનો કોઈ અર્થ જ નથી. તમામ કામ વડાપ્રધાન કાર્યાલયથી થાય છે. સોશિયલ એન્જીનિયરિંગ પર કામ ચાલી રહ્યું છે કોઈ કામની યોગ્યતા પર નહીં.

મહાત્મા ગાંધી અને સરદાર પટેલે જેણે દેશને આઝાદી અપાવવા માટે મોટું યોગદાન આપ્યું છે. દેશને એક કર્યો છે. એમની જન્મભૂમિમાં જ્ઞાતિવાદની ભાવના સતત વધી રહી છે. આનાથી એની પવિત્ર આત્માને કેટલી તકલીફ થતી હશે. જો મુખ્યમંત્રી પાટીદાર સમાજનો છે તો તે પોતાના સમાજની સાથે ઠાકોર, બ્રાહ્મણ, કોળી તમામ સમાજના લોકોના કામ પણ સાચા દિલથી કરે. પ્રજાની જ્ઞાતિ કે સમાજના લોકો સાથે ભેદભાવ વગર ચાલે.

દુનિયાનો કોઈ પણ દેશ જોઈ લો. વિકસીત ત્યારે જ થયો જ્યારે ત્યાંના યુવાનો શિક્ષિત થયા. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ થઈ. સારા લોકોની સરકારમાં નિયુક્તિ થઈ. એ લોકોએ સારી એવી પોલીસી તૈયાર કરી. સારા લોકો રાજકારણમાં રહે અને અંદરની ગંદકીને સાફ કરી શકે. હાલ ગુજરાતના યુવાનો તથા અન્ય લોકોમાં એક પ્રકારનો ડર છે. ભાજપની સરકાર સામે કોઈ કંઈ બોલી ગયું તો એની પર ખોટા કેસ કરવામાં આવશે. એના પરિવારને હેરાન કરવામાં આવશે. લોકોના મનમાંથી હું આ પ્રકારનો ડર બાહર કાઢવાની વાત કરૂ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સરકારની વિકાસલક્ષી બાબતોને લઈ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

Vivek Radadiya

આ બિઝનેસમાં હાથ અજમાવો એકવાર જામી ગયા તો લાઈફ સેટ

Vivek Radadiya

આ ટેણીયાએ જોરદાર ગીત ગાયું કે

Vivek Radadiya