- માનવ અધિકારના અધિકારીઓ આ ખેડૂતના ઘરે ગયા હતા અને ખેડૂતના ખબર અંતર પૂછી તેમને મદદનું આશ્વાસન આપ્યું હતું.
ચૈતર વસાવાના કેસમાં હવે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારની એન્ટ્રી, જાણો વિગતે ડેડિયાપાડામાં જે ખેતરને લઈને વિવાદ થયો હતો તે ખેડુતને પોલીસે ઢોર માર માર્યો હોવાનું સામે આવતા માનવ અધિકારના અધિકારીઓ આ ખેડૂતના ઘરે ગયા હતા અને ખેડૂતના ખબર અંતર પૂછી તેમને મદદનું આશ્વાસન આપ્યું હતું.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખેડૂત અને વન વિભાગ વચ્ચે જમીન ઉપર ખેડાણનો મામલો સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. થોડા દિવસો પહેલા ભોગ બનેલા ખેડુતે પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે પોલીસ દ્વારા તેમને ઢોર માર મારવામાં આવ્યો છે જેથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. હાલ તેમને ઘરે લાવી દેવામા આવ્યા છે પરંતુ તેમની હાલત હજુ પણ ખરાબ છે ત્યારે હવે માનવ અધિકાર આ ખેડૂતની મદદે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા ટીમ ડુંગરજીભાઈના ઘરની મુલાકાતે આવ્યા હતા અને તેમને મદદની ખાતરી આપી હતી.
માનવ અધિકારના અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ પણ જાતના વાક વગર તેમને જાણ કર્યા વગર તેમને લઈ ગઈ તેમને ઉપાડી લઈ જઈ જે માર માર્યો છે. તે ખુબ દુ ખ બાબત છે. અમે તેમની સાથે ઉભા છીએ. પોલીસખાતું જે આપણું રક્ષક છે તે ભક્ષક બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તેની અમે આ ખેડૂતની પડખે છીએ અને યોગ્ય પગલા ભરવા માટે ખાતરી આપીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, દેડીયાપાડા તાલુકાના બોગજ ગામના ખેડૂત ડુંગરજીભાઈ ભંગડાભાઈ વસાવા (જેમના ખેતરમાં વન વિભાગ દ્રારા ઉભો કપાસનો પાક કાપી નાખવામાં આવેલ છે તે ખેડૂત.) આ ખેડૂતના જણાવ્યા પ્રમાણે, તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે નર્મદા પોલીસે કોઈપણ જાતની ઓળખાણ વિના, બિન કાયદેસર રીતે કોઈપણ પ્રકારના આરોપ વિના કે FIR વગર બારોબર ઉપાડી જઈ અજાણ્યા રૂમમાં ગોંધી રાખી તેમને , અમાનવીય અત્યાચારો ગુજારી અને ઢોર માર મારી 36 કલાક કમરામાં ગોંધી રાખી તેમને શારીરિક અને માનસિક ત્રાસ ગુજરવામાં આવ્યો હતો.
ચૈતર વસાવાના કેસમાં હવે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારની એન્ટ્રી, જાણો વિગતે
વનવિભાગના કર્મચારીઓ સાથે મારપીટ અને ફાયરિંગ કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે. ચૈતર વસાવા સામે બિનજામીન પાત્ર ગુનો નોંધાયેલો હોય અને હજુ પણ તેઓ ભૂગર્ભમાં છે. થોડા દિવસ પહેલા તેમની પત્ની વર્ષા વસાવાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું તુ કે, ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી ન લડે તે માટે ભાજપ દ્વારા તેમને ફસાવવામા આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે