Abhayam News
AbhayamGujaratSurat

‘વિશ્વના નક્શામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે’

'The name of Surat will be written in golden letters in the map of the world'
  • ‘વિશ્વના નક્શામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે’ સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે એટલે 17મી ડિસેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યુ હતુ. ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઓફિસ સ્થળ છે. આપને જણાવીએ કે, SDB બિલ્ડિંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે.
  • તે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પેન્ટાગોનના હેડક્વાર્ટર બિલ્ડિંગ કરતાં પણ મોટું છે. અહીં ઉદ્ધાટન બાદ પીએમ મોદીએ વિઝિટર બુકમાં એક સંદેશ પણ લખ્યો હતો. જેમા તેમણે લખ્યુ હતુ કે, ‘સુરત ડાયમંડ બુર્સ સાકાર થતા જ વિશ્વના નક્શામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. ડાયમંડ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રો અને લોકો એક છત નીચે આવશે.’
'The name of Surat will be written in golden letters in the map of the world'

‘વિશ્વના નક્શામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે’

પીએમ મોદીએ સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરીને વિઝિટર બુકમાં ખાસ સંદેશ પણ લખ્યો હતો. જેમા તેમણે લખ્યુ છે કે, ‘વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ધાટન પ્રસંગે આવવાનો આનંદ છે. આ ડાયમંડ બુર્સ દેશ માટે એક ચમકતા હીરા સમાન બાબત છે. સુરત શહેર પહેલેથી જ ડાયમંડ માટે ગ્લોબલ હબ તરીકે જાણીતું છે. હવે સુરત ડાયમંડ બુર્સ સાકાર થતા જ વિશ્વના નક્શામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે.

'The name of Surat will be written in golden letters in the map of the world'

ડાયમંડ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોના લોકો એક છત નીચે આવશે. જેમ્સ એન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં ડાયમંડ બુર્સને કારણે દેશમાં નવી ઉચાઈઓ પ્રાપ્ત થશે. સુરત ડાયમંડ બુર્સ યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરીને તેમની આકાંક્ષોઓને પરિપૂર્ણ કરશે. આ બુર્સ આપણા દેશમાં અનોખી ચમક લાવી ખીલશે.’

'The name of Surat will be written in golden letters in the map of the world'

વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ ‘સુરત ડાયમંડ બુર્સમાં 67,000 લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા છે.

હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે 67 લાખ સ્કવેર ફુટ બાંધકામ અને 4500થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ છે.

'The name of Surat will be written in golden letters in the map of the world'

અહીં દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું PM મોદીએ સ્વાગત કર્યું 

Vivek Radadiya

ભારતીય શેરબજાર જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું છે

Vivek Radadiya

બ્રિટન અને કેનેડાની સંસદમાં થયું છે પ્રમુખ સ્વામીનું સન્માન

Vivek Radadiya