દુનિયાની સૌથી ફાસ્ટ મહિલા બોલર ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી રહી છે. ભારત અને ઇગ્લેંડની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો ત્રીજો મુકાબલો લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઇ રહ્યો છે. ભારતીય મહિલા ટીમે લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવ્યું. આ શાનદાર જીત સાથે ભારતીય ટીમે અનુભવી બોલર ઝુલન ગોસ્વામીને યાદગાર વિદાય આપી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડની સામે કૈંટબરીમાં રમાયેલી બીજી વન-ડેમાં 88 રન મેચ જીતી લીધી હતી. આ સાથે જ ત્રણ મેચની સિરીઝમાં ભારતે 2-0ની લીડ મેળવી લીધી છે. હરમનપ્રીત કૌર એન્ડ કંપનીએ ઇંગ્લેન્ડની ધરતી ઉપર 23 વર્ષ પછી વન-ડે સિરીઝ જીતી છે. આ અગાઉ ભારતે 1999માં અંજુમ ચોપડાની કેપ્ટનશિપમાં 2-1થી સિરીઝ જીતી હતી.
અંગ્રેજોને 88 રન હરાવ્યું, કેપ્ટન હરમનપ્રીત કૌરે 111 બોલમાં 143 રન બનાવ્યા
મેચમાં ભારતે પહેલી બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 333 રનનો પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો. આ ઇંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો વન-ડેમાં સૌથી મોટો સ્કોર છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે તોફાની ઇનિંગ રમતા માત્ર 111 બોલમાં 143 ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ દરમિયાન તેણે 18 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા હતા. વન-ડે ક્રિકેટમાં આ તેણે 5મી સદી ફટકારી હતી. આ ઉપરાંત તે ઇંગ્લેન્ડમાં સદી ફટકારનારી પહેલી કેપ્ટન પણ બની ગઈ છે.
334 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 44.2 ઓવરમાં 245 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
મંધાનાએ તોડ્યો મિતાલીનો રેકોર્ડ
આ મેચમાં ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ વન-ડે ક્રિકેટમાં 3000 રન પૂર્યા કર્યા હતા. તે મહિલા વન-ડેમાં આ રેકોર્ડ બનાવનારી ત્રીજી ભારતીય ખેલાડી બની ગઈ છે. તેની પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજ અને વર્તમાન હરમનપ્રીત કૌર આવું કરી ચૂકી છે. તેણે સૌથી ઝડપી 3000 હજાર રન પૂરા કરવાના મામલે પૂર્વ કેપ્ટન મિતાલી રાજને પાછળ છોડી દીધા છે. મિતાલી રાજે 88 ઇનિંગમાં 3000 હજાર રન પૂરા કર્યા હતા.
હરમનપ્રીતને ગળે લગાવી રડી પડી
ખાસ કરીને ટીમ ઈન્ડિયામાં ઝુલનના સાથી ખેલાડીઓ માટે આ સૌથી મુશ્કેલ ક્ષણોમાંથી એક હતી. મેચની શરૂઆત પહેલા જ જ્યારે ભારતીય ટીમ હડલમાં ઊભી હતી અને ઝુલનનું અભિવાદન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર માટે પોતાના આંસુ રોકી રાખવાનું, વિરોધી બોલરોનું સામનો કરવાથી પણ વધુ મુશ્કેલ સાબિત થયું હતું.
કોલકાતાથી પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર ઝુલન ગોસ્વામીએ શનિવારે 24 સપ્ટેમ્બરના રોજ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર છેલ્લી વખત ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.મેદાનમાં ઉતર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઝુલન પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ દરમિયાન કેપ્ટન હરમનપ્રીત કૌર પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શકી અને રડી પડી.
વિશ્વની સૌથી સફળ મહિલા બોલર ઝુલન ગોસ્વામીની બે દાયકા લાંબી શાનદાર કારકિર્દી પૂર્ણ થઈ છે. લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ODI સાથે ઝુલન છેલ્લે ટીમ ઈન્ડિયાની જર્સીમાં મેદાન પર ઉતરી. ઝુલનની શાનદાર કારકિર્દીને માન આપવા માટે હવે ક્રિકેટ એસોસિએશને એક મોટો નિર્ણય લીધો છે.
ટોસમાં ઝુલનને વિશેષ સન્માન આપવામાં આવ્યું
માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પણ ભારતીય દિગ્ગજનું વિશેષ રીતે સન્માન કર્યું હતું. ઈંગ્લેન્ડના કોચ અને ECB અધિકારીએ મળીને ઝુલનને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની ટેસ્ટ જર્સી ભેટમાં આપી, જેના પર ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓએ હસ્તાક્ષર કર્યા હતા અને ઝુલન માટે ખાસ સંદેશ લખ્યો હતો.
39 વર્ષીય ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) એ 20 ઓગસ્ટના રોજ સંન્યાસની જાહેરાત કરી હતી. તમને જણાવી દઇએ કે 2009 માં હરમનપ્રીતે ઝૂલનની કેપ્ટનશિપમાં ડેબ્યૂ કર્યું હતું. ઝૂલન ગોસ્વામી (Jhulan Goswami) ની અંતિમ મેચ પર કેપ્ટન હરમનપ્રીત સહિત ઘણા ખેલાડી આ અવસર પર પડ્યા હતા.
ઝૂલનના જીવન પર એક ફિલ્મ ટૂંક સમયમાં
ઝૂલનના જીવન પર એક ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે અને અનુષ્કા શર્મા ઝુલનનું પાત્ર ભજવશે. ફિલ્મનું નામ છપરા એક્સપ્રેસ છે.ઝુલન ગોસ્વામીના નામે 204 વન ડે મેચ રમવાનો રેકોર્ડ છે જ્યારે મિતાલી રાજે 232 વન ડે મેચ રમી છે.
ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ કહ્યું કે ઝુલન ગોસ્વામી ટીમની મહત્વની સભ્ય રહી છે, તેનું કોઈ રિપ્લેસમેન્ટ નથી.