Abhayam News
AbhayamGujaratSurat

રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓએ જાણે રીતસરનો ઉપાડો લીધો હોય તેમાં આજે એક જ દિવસમાં ત્રણ ઘટના સામે આવી હતી જેમાં યુવતી સહિત 2 વ્યક્તિઓના મોત થયા છે તો એક યુવાનને બચાવી લેવાયો છે.

રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી અનેક વ્યક્તિઓના મોત થઇ રહ્યા છે. આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.ત્યારે મહેસાણાના સાર્વજનિક હાઇસ્કૂલમાં યાજાયેલા ગરબા રમતી વખતે 23 વર્ષની એક શિક્ષિકાને હાર્ટ એટેક આવતા સારવાર મળે તે પહેલા મૃત્યુ થયું છે.

તો સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં માતાજીની મૂર્તિ લેવા યુવક ગયો હતો ત્યારે પહેલા છાતીમાં દુખાવો થયો હતો પણ ત્યારે દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું હતુ પણ ત્યારબાદ

જ્યારે તે ઘરે આવ્યો ત્યાર બાદ ફરીથી દુખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતુ. તો પાવાગઢ ડુંગર પર હાર્ટ એટેક આવતા યુવાનને તાત્કાલિક સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો. જેથી હાર્ટ એટેકને લઈ હાલ નવરાત્રીમાં વચ્ચે ચિંતા વધતા ગરબા સ્થળે ખાસ આરોગ્યની સુવિધા તૈનાત કરાઈ છે.

મહેસાણામાં 23 વર્ષની યુવતીનું મોત

મહેસાણામાં ગરબા રમવા ગયેલી 23 વર્ષની યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.સાર્વજનિક હાઇસ્કુલમાં ગરબા યોજાયા હતા. આ દરમિયાન ગરબા રમ્યા બાદ શિક્ષિકાની તબિયત બગડતા તાત્કાલિક સારવાર માટે ખસેડાઇ હતી. જોકે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ યુવતીનું મોત નિપજતા પરિજનોમાં અરેરાટી મચી છે.

માતાજીની મૂર્તિ લેવા ગયેલા યુવાનનું મોત
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં અમર રાઠોડ નામનો યુવકનુ હાર્ટ અટેકથી મોત થયાનું બહાર આવ્યું છે. ઈચ્છાપોરમાં યુવાન નવરાત્રી નિમિતે માતાજીની મૂર્તિ લેવા યુવક ગયો હતો. આ વેળાએ પહેલા છાતીમાં દુખાવો થયો હતો પણ ત્યારે દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું હતુ. જોકે ત્યારબાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યાર બાદ ફરીથી દુખાવો ઉપડ્યો હતો અને તે જીવલેણ સાબિત થતા યુવકનું મોત નિપજ્યું હતુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કચ્છથી ઝડપાયેલા 400 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો…

Abhayam

સૌરવ ગાંગુલીના ભાઈએ જ મેચની ટિકિટો બ્લેકમાં વેચી?

Vivek Radadiya

આ રાજ્યના બે જિલ્લામાં 600થી વધારે બાળકો સંક્રમિત:-કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી..

Abhayam