કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં વિસ્તરણ બાદ ભાજપમાં અંદરખાને ખેંચતાણ શરૂ થઈ છે. મહારાષ્ટ્રમાંથી 14 નેતાઓએ પક્ષ છોડી દીધો છે. જ્યારે પંજાબ રાજ્યમાં પૂર્વ મંત્રીને પાર્ટીમાંથી કાઢી મૂકાયા છે. જેના જવાબમાં એમના તરફથી એવું નિવેદન સામે આવ્યું કે, આ વસ્તુ મારા માટે મેડલ સમાન છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો પ્રીતમ મુંડે ખાંડેને કેન્દ્રીય કેબિનેટમાં સામિલ ન કરતા શનિવારે વિરોધ થયો હતો.
આ મામલે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી 14 પદાધિકારીઓએ રાજીનામું આપી દીધું હતું. જેમાં બીડ ભાજપના જિલ્લા મહાસચીવ સરજેરાવ તાંડલે, જિલ્લા યુવા ઉપાધ્યક્ષ વિવેક પાખરેનો પણ સમાવેશ થાય છે. જિલ્લા પરિષદ અને પંચાયત સમિતીના સાત સભ્યોએ પણ રાજીનામું ધરી દીધું છે. તાંડલેએ જણાવ્યું હતું કે, જો અમારા નેતાનું સન્માન ન થાય તે સંગઠનમાં યથાવત રહેવાનો શું અર્થ? પક્ષના હજારો કાર્યકર્તાઓ રાહ જોઈ રહ્યા હતા કે, પ્રીતમ મુંડે ખાંડેને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળશે. પણ મંત્રીઓની યાદીમાં એમનું નામ ન આવ્યું. રાજીનામાને લઈને મુંડેએ પત્રકારોને જણાવ્યું કે, સમર્થકો સાથે અમારો સંબંધ મજબુત છે. આ જૂના સંબંધો છે. જે કોઈ પદ કે પાવર પર આધારીત નથી. ભાજપમાં રહેલા એક વ્યક્તિએ એવું પણ જણાવ્યું કે, ભાજપ નેતા ભાગવત કરાડને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયથી પ્રીતમના સમર્થકો નારાજ થયા છે. કરાડ ઓબીસી સમાજમાંથી આવે છે.

બીજી તરફ પંજાબમાં ભાજપે પૂર્વ મંત્રી અનિલ જોશીને છ મહિના સુધી પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. ભાજપના રાજ્ય સ્તરના પદાધિકારીના જણાવ્યા પ્રમાણે જોશીને કેન્દ્ર સરકાર, પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ અને પોલીસી સામે નિવેદનો આપવા ભારે પડ્યા છે. જેના કારણે કાઢી મૂકાયા છે. સ્ટેટ યુનિટ ચીફ અશ્વિની શર્માના આદેશ પર એક્શન લેવામાં આવ્યું છે. આ પહેલા ભાજપે તા. 7 જુલાઈના રોજ શૉ કોઝ નોટીસ પણ ફટકારી હતી. પૂર્વ મંત્રીએ પાર્ટીએ કરેલી આ પ્રક્રિયા પર કહ્યું કે, ભાજપે મારી 37 વર્ષની તપસ્યાને ખતમ કરી નાંખી. વર્ષ 2012થી 2017 સુધી ભાજપ અને અકાલીદળનું ગઠબંધન હતું. મેડિકલ એજ્યુકેશન અને રીસર્ચ મંત્રી તરીકે રહેલા જોશીએ ઉમેર્યું કે, પંજાબવાસી અંગે વાત કરવી ખોટું છે?ભાજપના કાર્યકર્તાઓને માર મારવામાં આવે છે. શું ખેડૂત આંદોલનના ઉકેલ અંગે વાત કરવી ખોટું છે? ભાજપ પંજાબના ચીફ અને તેની ટીમે કેન્દ્રને યોગ્યને પ્રતિક્રિયા નથી આપી. જે પાર્ટી બચાવવાની વાત કરે છે એને બાહર કરી દેવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…