Abhayam News
Abhayam

સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીની જંગી આવક થતા ભાવમાં કડાકો

સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીની જંગી આવક થતા ભાવમાં કડાકો હાલ ખરીફ ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થઈ છે. સરેરાશ ડુંગળીના 400 રૂપિયાથી 600 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો થઈ છે.

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ખરીફ ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થતા ભાવમાં કડાકો બોલ્યો છે. રાજકોટ-ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થઈ છે. ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થતા ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં ડુંગળીનાં ભાવમાં પ્રતિ મણે 150થી 300 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. હાલ સારામાં સારી ડુંગળી એક મણે 500 થી 600 રૂપિયા ભાવે વેચાઈ રહી છે. હાલ ખરીફ ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો થઈ છે. સરેરાશ ડુંગળીના 400 રૂપિયાથી 600 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો થઈ છે.

સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીની જંગી આવક થતા ભાવમાં કડાકો

છેલ્લા એક-બે મહિના દરમિયાન સમગ્ર દેશમાં ડુંગળીના ભાવમાં ભારે વધારો થયો છે. દેશના ઘણા ભાગોમાં ડુંગળીના છૂટક ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયા છે. ડુંગળીના ભાવમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે સમગ્ર દેશ તહેવારોની ઉજવણીમાં ડૂબેલો છે. જેના કારણે તહેવારોની સિઝનમાં મોંઘવારી ફરી કાબૂ બહાર જવાની સંભાવના વધી ગઈ છે. આ કારણે સરકાર ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે દરમિયાનગીરી કરી રહી છે.

અહેવાલ મુજબ, ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સપ્તાહના અંતથી સફલ મધર ડેરીમાં બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ થશે. ખરીફ પાકના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગ્રાહકોને રાહત આપવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળીનું છૂટક વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકારે ચાલુ વર્ષ માટે પાંચ લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક જાળવી રાખ્યો છે. સરકાર વધારાના બે લાખ ટનનું બફર બનાવવાની યોજના ધરાવે છે. સરકારનું કહેવું છે કે આ પગલાંને કારણે ડુંગળીના જથ્થાબંધ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારનું કહેવું છે કે રિટેલ માર્કેટમાં તેની અસર જોવામાં સમય લાગી રહ્યો છે. આગામી સપ્તાહથી છૂટક ભાવમાં ઘટાડો થવાની ધારણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આગામી IPLમાં ધોની રમશે કે નહીં?

Vivek Radadiya

તમે સુરતમાં રહો છો તો હવે આ બાબતનું ધ્યાન રાખજો.

Vivek Radadiya

આધ્યાત્મિકતાથી લઇને મેન્ટલ હેલ્થ સુધી… મંત્રોના જાપ કરવાથી કયા-કયા લાભો થાય

Vivek Radadiya