Abhayam News
Abhayam

દિલ્હીમાં સતત હવા પ્રદૂષણ વધી રહ્યો છે

Air pollution is continuously increasing in Delhi

દિલ્હીમાં સતત હવા પ્રદૂષણ વધી રહ્યો છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ની માહિતી અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 400ની પાર પહોંચ્યા છે. જેના કારણે દિલ્હીમાં ગ્રેપ-4 હેઠળ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેમાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓના વાહનો અને CNG વાહનો પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. તેમજ  પ્રાથમિક શાળાઓ પણ બંધનો એલાન ફરમાવ્યો છે. તો બીજી તરફ CMએ હાઇલેવલ મીટિંગ બોલાવી છે

AQIમાં સતત વધારો

સોમવારે સવારે સરેરાશ AQI દિલ્હીમાં 417 અને ગુરુગ્રામમાં 516 નોંધાયું હતું. નોઈડાના લોકો છેલ્લા પાંચ દિવસથી ઝેરીથી હવા શ્વાસ લેવામાં લકલીફ અનુભવી રહ્યાં છે. AQI દરરોજ વધી રહ્યો છે સોમવારે સવારે નોઈડાનો AQI 402 નોંધાયો જ્યારે ગ્રેટર નોઈડાનો AQI પણ 400 પહોંચ્યો છે. દિલ્હી-એનસીઆરમાં 1 ઓક્ટોબરથી ગ્રેપ લાગુ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન દ્વારા GRAPને ચાર તબક્કામાં લાગુ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. 

દિલ્હીમાં સતત હવા પ્રદૂષણ વધી રહ્યો છે

Air pollution is continuously increasing in Delhi

ચોથા તબક્કાના નિયંત્રણો લાગુ

વધતા પ્રદૂષણને કારણે જિલ્લામાં ચોથા તબક્કાના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે પરંતુ પ્રદૂષણના વધતા સ્તર કારણે કેટલાક જિલ્લામાં કોઈપણ પ્રકારના નિયંત્રણો જોવા મળતો નથી. કેટલાક આક્ષેપો પણ થઈ રહ્યાં છે જે વિભાગોને પ્રદૂષણ ઘટાડવાની જવાબદારી સોંપવામાં આવી છે તે પણ કંઈ કરી રહ્યા નથી. રસ્તા પર ધૂળ અને ધુમાડો છે. રસ્તાઓની સફાઈ હજુ મેન્યુઅલી થઈ રહી નથી. ધુમાડો છોડતા વાહનો સામે કાર્યવાહી કરવા માટે હજુ સુધી કોઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી નથી. વહીવટી અધિકારીઓની આ બેદરકારીનું પરિણામ શહેરીજનોને ભોગવવું પડી રહ્યું છે. શહેરમાં કોલોનીઓ અને સેક્ટરોમાં બાંધકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમને રોકવા માટે ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

લોકોને શ્વાસ લેવામાં તકલીફ

સવારે ધુમ્મસની ચાદર છવાઈ જાય છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. હવામાં દુર્ગંધ ફેલાવા લાગી અને ધુમ્મસના કારણે દર્દીઓને આંખમાં બળતરા અને શ્વાસની તકલીફ થઈ રહી છે. ડૉક્ટરે કહ્યું છે કે આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જોઈએ. ધુમાડામાં જોવા મળતા રસાયણો આંખો અને ચામડીમાં બળતરા પેદા કરે છે અને જ્યારે શ્વાસનળીમાં શ્વાસ લેવામાં આવે છે ત્યારે ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, લાળ વગેરે થાય છે. ધુમાડામાં કેમિકલની વાસના કારણે અસહ્ય દુર્ગંધ આવી રહી છે. સ્મોગને કારણે થતી સમસ્યાઓ માટે માત્ર એન્ટિ-એલર્જિક અને શ્વસનતંત્રની દવાઓ લેવી એ તાર્કિક નથી, બલ્કે આપણે નિવારક પગલાં લેવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

 મહારાષ્ટ્રમાં પણ નવો ચહેરો મુખ્યમંત્રી બનશે ?

Vivek Radadiya

કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને ‘કેશ ફોર ક્વેરી’ કેસ

Vivek Radadiya

અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિકનો આપઘાત

Vivek Radadiya