Abhayam News
AbhayamGujarat

સૌરાષ્ટ્રમાં માવઠાની અસર વધારે

In Saurashtra, Mawtha's effect is greater

સૌરાષ્ટ્રમાં માવઠાની અસર વધારે શિયાળા પહેલા ગુજરાતમાં માવઠાની દસ્તક મોટેભાગે સામાન્ય હોય છે. જો કે આ વખતના માવઠાએ મુસીબત વધારે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સર્જાયેલા ટર્ફને કારણે જે સિસ્ટમ બની તેની આગળ વધવાની ગતિ ધીમી છે પરિણામે પવન સાથે વરસાદ અલગ-અલગ જગ્યાએ જોવા મળ્યો. અત્યારે સમય રવીપાકના વાવેતરનો છે અને જે ખેડૂતોએ રવીપાક લીધો છે તેના માટે નુકસાનીના દિવસો શરૂ થયા એવું કહેવામાં કંઈ ખોટું નથી. 

In Saurashtra, Mawtha's effect is greater

હવામાન નિષ્ણાત હજુ 27 નવેમ્બરના બપોર સુધીના સમયને મહત્વનો ગણે છે અને મંગળવાર પછી રાજ્યમાં ફરી સ્થિતિ સામાન્ય બને એવી શક્યતા છે. અત્યારથી જ એવા સૂર ઉઠવા મંડ્યા છે કે નુકસાન તો થયું જ છે અને તેનું વળતર મળવું જોઈએ. સામે પક્ષે સરકારના પણ ચોક્કસ નીતિ-નિયમો છે એટલે તેને આધીન રહીને કાર્યવાહી થશે. 

સૌરાષ્ટ્રમાં માવઠાની અસર વધારે

In Saurashtra, Mawtha's effect is greater

સુરત 

  • ઓલપાડ જિનમાં ડાંગર ભરેલા ગોડાઉનના પતરાં ઉડી ગયા
  • પતરાં ઉડી ગયા બાદ તાડપત્રી ઢાંકીને પાક બચાવવાનો પ્રયાસ
In Saurashtra, Mawtha's effect is greater

આ વખતે મોટાભાગની APMCએ સતર્કતા દાખવીને પાકને બચાવવા સલામતીના પગલા લીધા છે તો એકલ દોકલ જગ્યાએ માર્કેટયાર્ડમાં બેદરકારીના કિસ્સા પણ સામે આવ્યા. કુદરતની થપાટની વચ્ચે એક હકીકત છે કે માવઠાનો માર પડ્યો છે અને નુકસાનીનો અંદાજ પણ લગાવવો જ પડશે. જેને-જેને નુકસાન થયું છે તેને વળતર મળશે કે કેમ.

રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.  કમોસમી વરસાદે મુસીબત વધારી છે.  સૌરાષ્ટ્રમાં માવઠાની અસર વધારે અસર છે. જ્યારે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થઈ છે.  રવીપાક ઉપર માઠી અસર થશે. હાલ સૌરાષ્ટ્રમાં રવીપાકનું વાવેતર વધુ પ્રમાણમાં છે.  શિયાળા પહેલા પશ્ચિમી વિક્ષોભની અસર છે.  ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સર્જાયેલા ટર્ફથી મુસીબત વધી છે. 

In Saurashtra, Mawtha's effect is greater

હવામાન નિષ્ણાત શું કહે છે?
હજુ 24 કલાક ગુજરાત માટે મહત્વના છે. વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધે છે. સૌરાષ્ટ્રમાં 2 થી 3 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. આ વરસાદ થન્ડર સ્ટોર્મ એક્ટિવીટીના ભાગરૂપે છે. મોટાભાગના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે.  પશ્ચિમી વિક્ષોભ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર છે.  27 નવેમ્બરે બપોર બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રેપર હની સિંહના થયા છૂટાછેડા

Vivek Radadiya

ભાજપનાં આ મહિલા માનવતાની જ્યોત નેતાએ જગાવી છે …

Abhayam

પરિવાર માટે કેવી રીતે ખરીદશો યોગ્ય હેલ્થ ઈન્શ્યોરન્સ?

Vivek Radadiya