Abhayam News
AbhayamNews

દારૂબંધી પર સરકાર થઇ કડક જાણો શું કર્યું હાઇકોર્ટ ….

  • હાઇકોર્ટે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે
  • નશીલા પદાર્થ સાથે નોન-વેજની તુલના ન કરી શકાયઃ સરકાર
  • રાજ્ય મહાત્મા ગાંધીના સિદ્ધાંતો માટે કટિબદ્ધ છે: સરકાર

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં અનેક વખત પોલીસે ગેરકાયદે ઘુસાડવામાં આવતા દારૂ અને બૂટલેગરો દ્વારા બેફામ વેચાઈ રહેલા દારૂનો પર્દાફાશ કર્યો છે. હાઈકોર્ટમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. એડવોકેટ જનરલે અરજી સાંભળવાનો હાઇકોર્ટને અધિકાર ન હોવાની રજૂઆત કરી હતી, જે બાદ હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલાં રાજ્યના એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ અરજીઓ હાઈકોર્ટ સમક્ષ ટકી શકે નહીં એવી રજૂઆત કરી હતી. એડવોકેટ જનરલે નોન-વેજ ખાવાના અધિકારની તુલના નશીલા પદાર્થોના સેવન સાથે ન કરી શકાય એમ રજૂઆત કરી હતી.

નોંધનીય છે કે આ પહેલાં અરજદારે રાઈટ ટુ પ્રાઈવસીમાં કોઈ ઘરે શું ખાશે કે શું પીશે એની પર પ્રતિબંધ લગાવવાનો સરકારનો અધિકાર નથી, અન્ય રાજ્યમાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે એ યોગ્ય નથી, એવી દલીલ કરી હતી. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે રાઈટ ટુ પ્રાઈવસીનો અર્થ એ નથી કે લોકોને ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપી શકાય. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે રાઈટ ટુ પ્રાઈવસીનો મુદ્દો ઉઠાવવો હોય તો અરજદારોને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે.

એડવોકેટ જનરલે દારૂબંધીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે રાજ્યમાં 6.75 કરોડની વસતિમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમિટ આપવામાં આવી છે. વિઝિટર અને ટૂરિસ્ટ પરમિટ જેવી ટેમ્પરરી પરમિટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66 હજાર લોકો પાસે જ પરમિટ ઉપલબ્ધ હોય છે. તેમણે રાજ્યમાં 71 વર્ષથી દારૂબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી.

એ ઉપરાંત મહાત્મા ગાંધીનાં અહિંસા અને નશામુક્તિનાં સૂત્રોને સાર્થક કરવાનો પ્રયાસ છે એવી પણ રજૂઆત કરાઈ હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય, દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે એ પણ ચલાવી લેવાય નહીં

ત્રણ વર્ષ પહેલાં એક અરજદારે ખાનગીમાં શરાબના સેવનની મંજૂરી માટે દાદ માગતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. ત્યાર બાદ વધુ ચાર અરજદારે ગુજરાત નશાબંધી ધારા અને બોમ્બે ફોરીન લિકર રૂલ્સની વિવિધ સંલગ્ન કલમોને રદબાતલ ઠેરવવા માગણી કરી છે. આમાંના એક અરજદાર સંજય પરીખે બે વર્ષ પહેલાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નશાબંધીના કાયદાને હળવો કરવા સરકારને અપીલ કરવા ઉપરાંત પોતાની અરજીનાં કારણો તથા તર્ક જણાવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હેકિંગથી બચવાના મહામંત્ર! 

Vivek Radadiya

સુરત :: કલેકટર દ્વારા Remdesivir (રેમડેસીવીર) ઇન્જેક્શનને લઇ કરી મહત્વની જાહેરાત….

Abhayam

ગૃહમંત્રીનું રાજીનામું: હવે પાટીલ સંભળાશે ગૃહમંત્રીનો પદભાર- જાણો જલ્દી…

Kuldip Sheldaiya